News of Monday, 22nd July 2024
ગીર ગઢડા,કોડીનાર, ઉનાનાં ગીર બોર્ડર અને ગ્રામ્ય પંથકમાં બે કલાકમાં ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો: જળબંબાકાર
વેરાવળ, તાલાળા અને સુત્રાપાડા માં વરસાદે વિરામ લીધો; ગીરનાં અનેક ગામડાઓમાં પાણી ફરી વળ્યાં:ખેતરો પાણીથી તરબોળ બન્યા:ગીરની અનેક નદીઓમાં ઘોડાપુર

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.વેરાવળ શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાયા છે.જોકે વેરાવળ, તાલાળા અને સુત્રાપાડામાં વરસાદે વિરામ લીધો છે.તો ગિરગઢડા,કોડીનાર અને ઉનાનાં ગીર બોર્ડર અને ગ્રામ્ય વિસ્તારમાં બે કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ પડતા ગીરનાં અનેક ગામડાઓ માં પાણી ફરી વળ્યાં છે.ખેતરો પાણીથી તરબોળ બન્યા છે.ગીરની અનેક નદીઓ માં ઘોડાપુર આવ્યા છે.
ગીરગઢડા તાલુકાનુ નગડીયા ગામ ભારે વરસાદને લય સંપર્ક વિહોણું થયું છે.ગીર પંથકમાં ઉપર વાસ મા ભારે વરસાદ થતાં ની સાથે જ નગડીયા ગામ સંપર્ક વિહોણું થયું.ગીર ગઢડા તાલુકાના ધોકડવા,નગડીયા, સોનારીયા ,કોઠારીયા જસાધાર, તુલશીશ્યામ સહિતના ગામોમાં વહેલી સવારથી મેધ મહેર થઈ રહી છે.
ધોકડવા ગામે આજે વહેલી સવારથી જ મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.ધોકડવા ગામની મુખ્ય બજાર હંમેશા લોકો ની અવર જવરથી ધમધમતી આજે વરસાદ વરસતાની સાથે લોકડાઉન જેવી બજાર ની સ્થિતિ જોવા મળી રહી છે.ઉનાની મછુન્દ્રી નદી માં સિઝનમાં બીજી વાર ઘોડાપુર આવ્યું છે.ગીર જંગલ ભારે વરસાદનાં પગલે મચ્છુન્દ્રી નદી ગાંડીતૂર બની છે.વહિવટી તંત્ર દ્વારા લોકોને નદીના પટ થી દુર રહેવા ની સુચના આપવામાં આવી છે.
છેલ્લી એક કલાકથી કોડીનારમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ હતી.વહેલી સવારે ગીર ગઢડા માં 4 ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે.તો હવે કોડીનારમાં મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા છે.ગીરગઢડામાં ધોધમાર વરસાદ ના પગલે માલણ નદીમાં ધોડાપુર આવતા નગડીયા ગામ સંપર્ક વિહોણું થયું છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
