<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

મોરબીમાં વિહિપ, બજરંગદળ, દુર્ગાવાહિની અને સામાજિક સમરસતા દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :  વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની અને સામાજિક સમરસતા દ્વારા ગુરૂપૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.


આ દરમ્યાન તમામ સંસ્થાઓ દ્વારા મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મંદિરો અને આશ્રમમાં જઈ સાધુસંતોનું પુજન કર્યું હતું. અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. જેમાં મુખ્ય નરસંગ મંદિર, સંસ્કારધામ સ્વામીનારાયણ મંદિર, BAPS સ્વામીનારાયણ મંદિર, રામધન આશ્રમ, કલ્યાણદાસજી બાપુના આશ્રમ, કબીર આશ્રમ, શક્તિ માતાજી મંદિર શનાળા, ઉમિયા આશ્રમ તેમજ અન્ય 30 દેવસ્થાનના સાધુ સંતોનું પૂજન કરી આશીર્વાદનો લાભ લીધો હતો.

(7:48 PM IST)