News of Monday, 22nd July 2024
મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ભાવવંદના કાર્યક્રમ યોજાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામાં ઠેર ઠેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ભાવવંદના કાર્યક્રમ યોજાયો હતો.
ગુરુપૂર્ણિમા નિમિત્તે રામધન આશ્રમ ખાતે ભાવેશ્વરી માતાજી અને રત્નેશ્વરી માતાજીના સાનિધ્યમાં સૌ ભક્તોએ ગુરુ પૂજન કર્યું હતું. ભાવેશ્વરી માતાજીએ પણ પોતાના ગુરુનું પૂજન કર્યું હતું. સાથે જ આ પ્રસંગે ભજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. બપોરે સૌ ભક્તોએ મહાપ્રસાદ સીધો હતો. આમ ગુરુપૂર્ણિમાના દિવસે ભજન અને ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
