<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ભારે વરસાદને લીધે કલ્યાણપુર તાલુકાનો સાની ડેમ ઓવરફ્લો થતાં સલામતી માટે ભાટીયા - અડવાણા હાઇવે બંધ કરાયો

આસપાસનાં વિસ્તારમાં અવર જવર ન કરવા તેમજ સાવચેતી રાખવા માટે અપીલ

દેવભૂમિ દ્વારકા :દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં કલ્યાણપુર તાલુકામાં છેલ્લા અનેક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ તથા સાની ડેમમાં પાણીની સતત આવકને લીધે સાની ડેમ ઓવરફ્લો થયેલ હોવાથી તા.૨૨.૦૭.૨૦૨૪ ના રોજ મુસાફરોની સલામતી માટે ભાટીયા - અડવાણા હાઇવે (રાવલથી કલ્યાણપુર તરફ જતો હાઇવે) અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. વધુમાં આસપાસનાં વિસ્તારમાં અવર જવર ન કરવા તેમજ સાવચેતી રાખવા માટે ચીફ ઓફીસર, જામરાવલ નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.


 

(8:00 PM IST)