<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષાઋતુને લીધે રોગચાળો અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા લેવાયા પગલાં

જિલ્લામાં સર્વેલન્સ કામગીરી હાથ ધરી કલોરીનેશન તથા પોરાનાશક કામગીરી કરાઇ :નાગરિકોને શુદ્ધ ખોરાક ગ્રહણ કરવા તેમજ કોઈ બીમારી જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર સંપર્ક કરવા કરાઇ અપીલ

દેવભૂમિ દ્વારકા : ચોમાસાનાં સમયગાળા દરમ્યાન  વરસાદ પડ્યા બાદ રોગચાળો ફાટી નીકળવાનો ભય રહેલો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ બાદ વરસાદી પાણીના કારણે રોગચાળો ન થાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. મિતેષ ભંડેરીના જણાવ્યા અનુસાર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા લારવીસિડલ દવાનો ઉપયોગ, મચ્છરોની ઉત્પતિના થાય તે માટે તકેદારીના પગલાં, પોરાભક્ષક માછલી મૂકવી, ક્લોરિન ગોળીનું વિતરણ સહિતની કામગીરી મેલેરિયા અધિકારી તેમજ એપીડેમીક મેડીકલ ઓફિસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે.
વિગતવાર જોઈએ તો, આરોગ્ય વિભાગના ૨૮-મેડીકલ ઓફિસર અને ૩૭૪-પેરા મેડીકલ સ્ટાફ દ્વારા ૧,૩૨,૨૦૩ ઘરોમાં સર્વેલન્સની કામગીરી દરમ્યાન ૨૯૮૧ ઘરોમાં મચ્છર બ્રીડીંગ જોવા મળ્યા હતા.  ઉપરોક્ત પોઝીટીવ ઘરમાંથી ૫૮૪૫ પાત્રો લારવા પોઝીટીવ જોવા મળેલ જે તમામ પત્રોનો લારવીસીડલ દવાનો ઉપયોગ કરી નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં ૬૭૯૦ પાત્રોની તપાસણી કરી લારવા માટે પોઝીટીવ એવા ૬૭ પાત્રોનો નાશ કરેલ છે. અને ઇન્સ્પેક્ટીંગ ઓફિસર દ્વારા ભવિષ્યમાં સંસ્થાઓમાં મચ્છરોની ઉત્પતી ના થાય તે માટે જરૂરી પગલાઓ લેવા તાકીદ કરવામાં આવી છે.
 રાજ્યકક્ષાએથી મંજુર કરેલ વધારાની વેક્ટર કંટ્રોલ ટીમો પણ જિલ્લામાં કાર્યરત છે. આરોગ્ય ટીમને સર્વે કરતા સમયે મળેલા ૫૪૦ બિનકાયમી ખાડાઓમાં ડાયફ્લુ બેન્ઝ્યુરોન દવાનો છંટકાવ કર્યો હતો અને ૯૯૧ ખાડામાં બળેલ ઓઈલ તેમજ ૧૩૧૫ સ્થળોએ પોરાભક્ષક માછલી મુકવામાં આવી હતી.
  ઝાડાના, ઝાડા ઉલ્ટીના, શરદી- ખાાંસીના તેમજ તાવના કેસો નુ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. તમામ તાવ વાળા દર્દીઓના લોહીના નમૂનાઓ લેવામાં આવ્યાં તેમજ ઝાડા, ઉલ્ટી, ખાસીના દર્દીઓને સ્થળ પરજ દવાઓ આપી સારવાર કરવામાં આવી હતી.
  વરસાદી માહોલમાં પાણીજન્ય રોગચાળો ના ફેલાય તે માટે પીવાના પાણીના શુદ્ધિકરણ માટે ઘરે ઘરે કુલ ૩,૯૭,૦૮૧ ક્લોરીન ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યુ છે. તેમજ ૨૧ પાઈપલાઈન લીકેજ શોધી તમામનુ સમારકામ કરવામાં આવ્યુ છે. તેમજ ૮૦૩૫ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ પાણીજન્ય રોગચાળો ઘટાડવા માટે તમામ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સોર્સમાં સુપરકલોરીનેશન કરાવવા જવાબદાર અધિકારીઓને જરૂરી સૂચના આપી છે.
જિલ્લાના નાગરિકોને શુદ્ધ ખોરાક લેવા તેમજ આરોગ્ય સબંધિત કોઇ પણ તકલીફ જણાય તો તાત્કાલીક નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે

(8:00 PM IST)