News of Monday, 22nd July 2024
ધોરાજીના છાડવાવદર ગામમાં જળ બંબાકાર :ગામના તમામ રસ્તાઓ બેટમાં ફેરવાયા: 10 ઇંચ વરસાદ ખાબક્યો
ધોરાજીમાં ફરી વરસાદી માહોલ 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી ના છાડવાવદર ગામમાં જળ બંબાકાર ગામના તમામ રસ્તાઓ બેટમાં ફેરવાયા 10 ઇંચ વરસાદ ખાબક્યો છે ધોરાજીમાં ફરી વરસાદી માહોલ 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે
છેલ્લા પાંચ દિવસથી ધોરાજી પંથકમાં ભારે વરસાદ હોવાને કારણે આજે ફરી ધોરાજી તાલુકાના છાડવાવદર ગામ ખાતે વહેલી સવારથી જ ભારે વરસાદ શરૂ થઈ જતા બે કલાકમાં 10 ઇંચ જેવો વરસાદ પડી ગયો હોય જે અંગે ધોરાજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રામભાઈ હેરભા એ માહિતી આપણે જણાવેલ કે વહેલી સવારે અમારા ગામ છાડવાવદરમાં અંધરાધાર વરસાદ ચાલુ થઈ જતા અમારું નાનું એવું ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું અને ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું અને ગામનું પાદર જાણે દરિયો હોય એ પ્રકારે સમગ્ર વિસ્તારમાં પાણી છવાઈ ગયું હતું આ બાબતે અમારા ગ્રામજનોએ લોકો માટે ખૂબ જ સેવા કરી હતી તેમજ પશુઓને પણ બચાવવા માટે ગ્રામના યુવાનોએ પણ ખૂબ જ મહેનત કરી હતી
ધોરાજીમાં ફરી વરસાદી માહોલ 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો
છેલ્લા ચારથી પાંચ દિવસથી મેઘરાજાએ ધોરાજી પંથકમાં ભારે વરસાદ ચાલુ રાખ્યો છે ગઈકાલે ગુરુપૂર્ણિમાના દિવસે અમી છાટણા કર્યા બાદ ફરી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે
2 કલાકમાં ધોરાજી શહેરમાં 2.5 ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જ્યારે તાલુકામાં ચારથી પાંચ ઇંચ જેવો વરસાદ નોંધાઈ ગયો છે
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
