News of Monday, 22nd July 2024
ભાયાવદર પાસેના વિવાદાસ્પદ ખીરસરા ગુરુકુળના સ્વામી ધર્મસ્વરૂપદાસ ગુરુ નારાયણ સ્વરૂપ દાસ નું કલમ ૭૦ મુજબનું વોરંટ
આગોતરા જામીન હોવા છતાં તપાસના કામે પોલીસ સમક્ષ હાજર થઈ રહ્યા નથી.

ધોરાજી:-ભાયાવદર પાસે ના વિવાદાસ્પદ ખીરસરા ગુરુકુળ ના સ્વામી ધર્મસ્વરૂપદાસ ગુરુ નારાયણ સ્વરૂપ દાસ નું કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ થયું છે
ખીરસરા ગુરુકુળ નો દુષ્કર્મનો કિસ્સો ચાલી રહ્યો છે ત્યારે પીડિતાએ ફરિયાદ કરેલી હતી કે સ્વામી ધર્મ સ્વરૂપદાસ ગુરુ નારાયણ સ્વરૂપદાસજીએ તેણીને લગ્નની વાત કરેલી અને ફસાવી અને ખોટી રીતે લગ્ન કરી લીધા છે તેવું જ આભા ઊભી કરી, ભોગ બનનાર પીડિતા સાથે શરીર સંબંધોને બાંધેલ અને વારંવાર આ રીતે શરીર સંબંધ બાંધે તેની ફરિયાદ કરેલી હતી સાથે સાથે ગર્ભ રહી જતા તે ગર્ભપાત માટેની પણ પ્રક્રિયાઓ કરેલી હતી તે ફરિયાદ કર્યા બાદ તપાસ કરનાર અધિકારી મહિલા યુનિટ ગોંડલના પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ રાઠોડ એ ધોરાજી ના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ રજૂઆત કરેલી હતી કે તેઓ સદર આરોપી ને શોધવા માટે પીપલાણા વંથલી મુકામે ગયા હતા તથા રાપર ભુજ મુકામે પણ ગયા હતા અને હળવદ મુકામે પણ ગયા હતા તથા ભાયાવદર પણ તપાસ કરતા તે સ્વામી મળી આવેલ નથી. અને આવા સંજોગોમાં તેમના પાસપોર્ટ બ્લોક કરવા માટે lib ને પણ અરજી કરવામાં આવેલી છે. જેમાં સ્વામી ધર્મસ્વરૂપદાસના પાસપોર્ટ નંબર J8272760 હોવાની અને તે અંગેની તપાસ પણ કરેલી છે. સ્વામી ધર્મસ્વરૂપદાસ ગુરુ નારાયણ સ્વરૂપ દાસ ક્યાંય મળી રહ્યા નથી અને ગંભીર ગુનાનું તોહમત તેમના ઉપર છે એવા સંજોગોમાં ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ 70 મુજબ વોરંટ ઇસ્યુ કરવા માટેની માંગણી ધોરાજીના મહેરબાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજીઅલી હુસેન મોહીબુલ્લા શેખ સાહેબ સમક્ષ કરેલી હતી.
કેશ ડાયરી તથા ફરિયાદના કાગડો વંચાણે લેતા આરોપી તરફથી વિદેશ ભાગી જાય તેવી શક્યતાઓને ધ્યાનમાં લઇ અને નામદાર અદાલતે કલમ 70 મુજબ પકડ વોરંટ નો હુકમ ફરમાવેલો છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ધોરાજીના મહેરબાન ઇન્ચાર્જ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ચુડાસમા સાહેબે અન્ય સ્વામી નારાયણ સ્વરૂપ દાસને આગોતરા જામીન આપેલા છે છતાં તેઓ તપાસના કામે પોલીસ સમક્ષ હાજર થઈ રહ્યા નથી. આવા સંજોગોમાં પોલીસ તે અંગે પણ આગળ કાર્યવાહી કરવા ની તજવીજ કરી રહી છે.( તસવીર:- ખીરસરા ગુરુકુળના વિવાદાસ્પદ સ્વામીની તસ્વીર)
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
