News of Monday, 22nd July 2024
વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે સહકારી મંડળીની બેઠકમાં પ્રમુખની ચુંટણીમાં માથાકૂટ : બે જૂથ બાખડી પડતા મારામારીમાં બે વ્યક્તિને ઈજા : કારને આગ લગાવી દેવામા આવી
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ : ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડાયા

મોરબી-વાંકાનેર તા.૨૨ : તાલુકાના મેસરિયા ગામે સહકારી મંડળીની બેઠકમાં પ્રમુખની ચુંટણીમાં માથાકૂટ થવા પામી હતી જેમાં બે જૂથ બાખડી પડતા મારામારીમાં બે વ્યક્તિને ઈજા પહોંચતા રાજકોટ સારવાર અર્થે ખસેડાયા છે તો કારને આગ લગાવી દેવામા આવી હતી બનાવ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે
મેસરિયા ગામે આવેલ શ્રી મેસરિયા જૂથ સેવા સહકારી મંડળીની તાજેતરમાં ચુંટણી પૂર્ણ થઇ હતી અને આજે પ્રથમ બેઠક મળી હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવનાર હતી જે ચુંટણી બાબતે બે જૂથ બાખડ્યા હતા અને છુટા હાથની મારામારી કરવામાં આવી હતી જે મારામારીની ઘટનામાં જેશાભાઈ ગોવિંદભાઈ સાકરિયા અને અશ્વિનભાઈ ધીરૂભાઈ રાઠોડ રહે બંને મેસરિયા વાળાને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
મારામારી બાદ એક પક્ષે અન્ય પક્ષની કારને આગ લગાવી દીધી હતી જેથી થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ હતી બનાવ મામલે વાંકાનેર તાલુકા પીએસઆઈ એલ એ ભરગા અને હકાભાઇ ચૌહાણ સહિતની ટીમે વધુ તપાસ હાથ ધરી છે
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
