<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના ભરતનગર-બેલા ખાતે આવેલા ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ગુરુપૂર્ણિમાની ભક્તિ ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.

ગુરુપૂર્ણિમા હોય મોટી સંખ્યામાં ભક્તો ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ઉમટી પડ્યા હતા. મહંત મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના સાનિધ્યમાં યોજાયેલા ગુરુપૂર્ણિમા કાર્યક્રમ સૌ ભક્તોએ ગુરૂપૂજનનો લાભ લીધો હતો. ગુરુપૂર્ણિમા ત્યારબાદ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ મંદિરે પધારેલા ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.


 

(8:31 PM IST)