<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

મોરબીના વાંકડા ગામમાં ગુરુપૂર્ણિમા નિમિતે વૃક્ષારોપણ કરાયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : વાંકડા ગામમાં ટંકારા પડધરીના ધારાસભ્ય, સમૂહ લગ્ન સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે ગુરુપૂર્ણિમા નિમિતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વાંકડા ગામમાં અંદાજે 50 વૃક્ષો વાવી બગીચો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ગામ લોકોનો ઉત્સાહ હોય આજે 351 વૃક્ષો વાવી બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે.


આજના સમયમાં વૃક્ષો વગર ઉદ્ધાર નથી. હાલ પ્રદૂષણ દીન પ્રતિદિન વધી રહ્યું છે તો વૃક્ષો વાવી પ્રદૂષણ ઘટાડી શકાય અને ગામે ગામે આવો સંકલ્પ કરી વધુમાં વધુ વૃક્ષો વાવો તેવી અપેક્ષા છે. મોરબી સમુહ લગ્ન સમિતિ પીંજરા અને વૃક્ષો આપે છે તો વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણને હરિયાળુ બનાવવામાં સહભાગી બનીને વૃક્ષારોપણ કરીએ જેથી સૌનો સાથ સૌનો વિકાસ થાય.

(10:31 PM IST)