<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

પોરબંદરમાં રાત્રે ભારે પવન સાથે દોઢ કલાકથી વરસાદ ચાલુ: છાયા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધતો જાય છે: સ્કૂલ કોલેજોમાં ચાર ચાર ફૂટ પાણી ફરી વળ્યા: પાણીના નિકાલ માટે તંત્ર ઊંધેમાથે: સ્થિતિ વિકટ બનતી જાય છે

પોરબંદરમાં છેલ્લી દોઢેક કલાકથી સુસવાટા મારતા પવન સાથે વરસાદ ચાલુ છે. છાયા વિસ્તાર અને છાયા રોડ ઉપર પાણીનો પ્રવાહ વધતો જાય છે.

છાયામાં સ્કૂલ કોલેજોમાં ચાર ચાર ફૂટ પાણી ફરી વળ્યા છે. માધવપુર ઘેડ પંથકમાં આજે સવારે ૧૫ થી ૧૭ ઇંચ વરસાદ પડી ગયો અને પાણીનો ભારે ભરાવો થતો જાય છે. રાત્રે ૧૧.૧૫ વાગ્યાનો અહેવાલ.

પોરબંદરમાં પાણીના પ્રવાહનો નિકાલ કરવા બિરલા હોલ નજીક તંત્ર વાહકોએ ભૂગર્ભ ગટર ઉપર બ્લોક પાથરી દીધેલ તેને હટાવવાની કામગીરી ચાલુ છે. પોરબંદરની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનતી જાય છે. પરેશ પારેખ પોરબંદર.

(11:25 PM IST)