<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

સોગઠી ડેમમાં ગાબડું : વરસાદ અને પાણીનો પ્રવાહ વધતા ડેમ તૂટવાની સંભાવના : તંત્રમાં ભારે દોડધામ : જુઓ વિડિઓ

પાણીના પ્રવાહમાં આવતા કલ્યાણપુર જસાપર ગોરખડી અને ધ્રાફાના તલાટીઓ દ્વારા તાત્કાલિક ગ્રામજનોને સલામત જગ્યાએ સ્થળાંતર કરવાની તૈયારી

સોગઠી ડેમમાં ગાબડું પડેલ છે જેથી કદાચ વરસાદ વધવાને લીધે ડેમ તૂટવાની સંભાવના જણાય રહી છે.વરસાદ અને પાણીનો પ્રવાહ વધતા ડેમ તૂટવાની સંભાવનાને પગલે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે

  જાણવા મળ્યા મુજબ કદાચ જો ડેમ તૂટી પડે તો પાણીના પ્રવાહની અસરમાં આવનાર ગામો કલ્યાણપુર જસાપર ગોરખડી અને ધ્રાફા આ ચાર ગામના તલાટીઓ પોતાના ગામમાં તાત્કાલિક હાજર થઈ અને તમામ ગ્રામસેનોને સલામત જગ્યાએ રહેવા જણાવે.તેમજ આશ્રય સ્થાન ચકાસી લે. તેમજ જરૂર પડે તો સ્થળાંતર કરવાની તૈયારી રાખવા જણાવી દેવા સૂચના અપાઈ છે

   આજે સાંજે એક સ્થાનિકે એક વિડિઓ બનાવ્યો હતો, અને સાંજથી જ ડેમ ભયજનક રીતે ઓવરફ્લો થઈ રહ્યો છે.


 

(11:46 PM IST)