News of Tuesday, 23rd July 2024
જામજોધપુર તાલુકાના સોગઠી ડેમમાં ગાબડું પડતા જિલ્લા વહીવટી તંત્ર બન્યું સતર્ક
લાલપુર પ્રાંત અધિકારી, સિંચાઈ વિભાગના ઇજનેર તથા મામલતદાર જામજોધપુરે ડેમ સાઇટ ખાતે પહોંચી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો: સ્થળાંતરની સ્થિતિ ઉભી થાય તો ત્વરિત કાર્યવાહી સારું હેઠવાસના દરેક ગામોમાં જરૂરી સ્ટાફની નિમણૂક કરાઈ

જામનગર:ભારે વરસાદને કારણે જામજોધપુર તાલુકાના જસાપર પાસે આવેલ સોગઠી ડેમમાં ગાબડું પડવાથી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.હાલ લાલપુર પ્રાંત અધિકારી અસવાર, સિંચાઈ વિભાગના ઈજનેર અકબરી, જામજોધપુર મામલતદાર કેતન વાઘેલા તથા તાલુકા વિકાસ અધિકારી બલદાણીયા વગેરેએ ડેમ સાઈટની સ્થળ મુલાકાત લઈ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.જો પાણીનું વહેણ વધે અને જાનમાલનું નુકસાન અટકાવવા લોકોનું સ્થળાંતર કરવાની સ્થિતિ ઉભી થાય તો હેઠવાસમાં આવતા દરેક ગામોમાં નાયબ મામલતદાર, તલાટી સહિતના સ્ટાફની જરૂરી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી લાલપુર દ્વારા ફાળવણી કરવામાં આવી છે.મામલતદાર કચેરી જામજોધપુરના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પણ પળેપળની જરૂરી વિગતો મેળવી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આજરોજ તારીખ 22 7 2024 ના રોજ સોગઠી નાની સિંચાઈ યોજનામાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમની ડાઉન સ્ટીમ ફેસ માં સ્ટોન મેશનરી માં ધોવાણ થયેલું હોવાથી ગાબડુ પડેલ જણાય છે હાલ વરસાદ ચાલુ હોય અને તેમજ ડેમ 0.50 ફૂટ ઓવરફલો થતો હોય જેથી કેટલું નુકસાન થયેલ છે તે જાણી શકાતું નથી. જેથી પરિસ્થિતિનો તાગ મેળવવો મુશ્કેલ છે.
આમ ડેમની નીચવાસમાં આવેલ કલ્યાણપુર, જસાપર, ગોરખડી, તથા ધ્રાફા જેવા નીચવાસમાં આવતા ગામોના લોકોને હાલ પરિસ્થિતિ થી અવગત કરી સતર્ક રેહવા આપની કક્ષાએથી જાણ થઈ જવા તથા સલામતીના પગલા લેવા વિનંતી. ડેમમાં ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી અને ડેમનો ઓવરફ્લો વધવાથી જરૂરિયાત ઊભી થયે ઉપરોક્ત ગામોના લોકોને ઉંચાણવાળી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાનું જણાવવામાં આવ્યેથી તુરંત જ લોકોનું સ્થળાંતર કરવા આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી થવા વિનંતી.
આર. જે. અકબરી (નાયબ કાર્પાલક ઇજનેર અને ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર)
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
