તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
વિસાવદરમાં વધુ ૯ ઈંચઃ મોસમનો ૬૦ ઈંચઃ સતત વરસાદથી લીલા દુષ્કાળની ભીતી
ખેતરો-પાળાનુ ધોવાણઃ અમુક પાકને નુકસાનનો ભયઃધ્રાફડ ડેમના ૨ દરવાજા ખોલાયાઃનદી-નાળાઓમાં નવા નીરઃઆંબાજળ-મઘરડી-ઝાંઝેસરી-ધ્રાફડધોયો ડેમમાં પાણીની સતત આવકઃ હજુયે વરસાદ સતત વરસાદ ચાલુ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૪: વિસાવદરમાં આજે સવારે ૬ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમિયાન વધુ ૯ ઈંચ વરસાદ ખાબકયો છે. મોસમનો કુલ વરસાદ ૬૦ ઈંચ નોંધાઈ ચૂકયો છે. વિસાવદર પંથકમાં સતત વરસાદથી જાણકારો લીલા દુષ્કાળની ભીતી સેવી રહ્યા છે. એકધારા વરસાદના પરિણામે ખેતરો-પાળાનુ ધોવાણ થઈ રહ્યુ છે. અમુક પાકને નુકસાનનો ભય સેવાય રહ્યો છે. વિસાવદરના ધ્રાફડ ડેમના ૨ દરવાજા ખોલાયા છે. સમગ્ર પંથકની નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે. તાલુકાની આંબાજળ-મઘરડી-ઝાંઝેસરી-ધ્રાફડધોયો ડેમમાં પાણીની સતત આવક ચાલુ છે. આ લખાઈ રહ્યુ છે ત્યારે સવારે ૯ કલાકે હજુયે વરસાદ સતત વરસાદ ચાલુ છે.
સત્તાવાર આંકડા મુજબ આજે સવારે ૬ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમિયાન ૨૧૯ મી.મી.વરસાદ નોંધાયો છે. મોસમનો કુલ વરસાદ ૧૫૧૭ મી.મી.નોંધાઈ ચૂકયો છે.
વિસાવદર શહેર તથા સમગ્ર ગ્રામ્ય વિસ્તાર અને ગીર પંથકમાં પણ સતત એકધારો વરસાદ વરસી રહ્યો છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
