<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

કચ્‍છના નાની સિંચાઈના ૪૪ અને મધ્‍યમ સિંચાઈના ૬ ડેમ ઓવરફલો

છેલ્લા દોઢ દિવસથી સતત વરસાદ બાદ આજે સ્‍હેજ વિરામ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૨૪:  કચ્‍છ ઉપર આ વર્ષે મેઘરાજાની વિશેષ મહેર રહી છે. છેલ્લા દોઢ દિવસથી સાર્વત્રિક ભારે વરસાદને પગલે નદી, તળાવ અને ડેમ ઓવરફલો થઈ રહ્યા છે. કચ્‍છમાં નાની સિંચાઈના ૪૪ તેમ જ મધ્‍યમ સિંચાઈના ૬ ડેમ ઓવર ફલો થયા છે. માંડવી તેમ જ અંજાર એ બન્ને શહેરોના તળાવ ઓવરફલો થયા છે. લોકો જલદેવતા ના વધામણા કરી ઉત્‍સવ મનાવી રહ્યા છે.

(10:43 AM IST)