<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

કચ્‍છની જેલમાં પીધેલા પકડાયેલા બુટલેગર રાજેન્‍દ્રસિંહ જાડેજાને રાજકોટ જેલમાં ખસેડાયો

સીઆઈડી ક્રાઈમની સસપેન્‍ડેડ હેડ કોન્‍સ્‍ટેબલ નીતા ચૌધરી સાથે ઝડપાયા બાદ ગાંધીધામ ગળપાદર જેલમાં હતો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૪:  બોર્ડર રેન્‍જ આઈજી ચિરાગᅠ ᅠકોરડીયા ના આદેશને પગલે પૂર્વ કચ્‍છ પોલીસે ગળપાદર જેલમાં પાડેલા દરોડા દરમ્‍યાન ૬ કેદીઓ નશાની હાલતમાં ઝડપાયા હતા. તેમ જ દારૂની બોટલ, બે મોબાઇલ ફોન, રૂ. ૫૦ હજાર રોકડા મળ્‍યા હતા. દરોડા દરમ્‍યાન પીધેલા ઝડપાયેલ બુટલેગર યુવરાજસિંહ જાડેજાને ગાંધીધામ ગળપાદર જેલમાંથી રાજકોટ જેલમાં ખસેડાયો છે. દરમ્‍યાન ઇન્‍ચાર્જ જેલર ની વડોદરા તેમ જ પાંચ જેલ કર્મીઓની રાજકોટ જેલમાં બદલી કરી દેવાઈ છે. તે દરેકને સસ્‍પેન્‍ડ પણ કરાયા છે.

(10:44 AM IST)