હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 24th July 2024
મોટી પાનેલીમાં સતત વરસાદથી ખેડૂતો ચિંતિતઃ ફરી સાડા પાંચ ઇંચ ૬ દિ' સૂરજદાદાના દર્શન દુર્લભઃ લીલા દુકાળના ભળ તળે સમગ્ર પંથક

મોટી પાનેલી,તા. ૨૪: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પંથક માં આજે ફરી મેઘરાજા એ રૌદ્ર રૂપ દેખાડતાᅠ સાંજે સાત વાગ્યાં પછીᅠ વાગ્યાં પછી દે ધનાધન ચાર ઇંચ જેટલો વરસી ગયો હતો જે રાત્રી દરમિયાન એક ઇંચ અને સવારથી ચાલુ થતા સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છેᅠ સતત છ દિવસ થી અવિરત વરસાદ વરસતા પંથકમાં લીલા દુકાળ જેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે જો મેઘરાજા હજુ પણ એમજ ચાલુ રહેશે તો સમગ્ર પંથક માં ઉભો મોલ બળી જવાની કગાર પર છે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે ફુલઝર ડેમની સપાટીથી દોઢ ફૂટ ઉપરથી ઓવરફલો થઇ રહ્યો છે પાનેલી થી ગ્રામ્ય વિસ્તાર સાતાવડી માંડાસણ બુટાવદર તરફનો રસ્તો નાના વાહનો માટે બંધ છે રસ્તા પર ભયંકર ખાડા પડી ગયેલ હોય અકસ્માતની પુરી સંભાવના રહેલી છે ડેમની સાઈટ પર હોમગાર્ડ જવાનો તહેનાતી પર છે. (અહેવાલ-તસ્વીરઃ અતુલ ચગ)
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
