<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ચોમાસુ જામ્‍યુઃ વિસાવદર-૫ાા, ધોરાજી-૪, કેશોદ જોડીયા ૩, લોધિકા, બગસરા- ૨ ઇંચ

સોરાષ્‍ટ્રમાં સતત વરસી રહેલો વરસાદઃ બે-ચાર દિ'મા ંજ અઢળક પાણી વરસી ગયુઃ નદી-નાળા છલોછલ : ગીર-સોમનાથ, જુનાગઢ, દેવભુમિ દ્વારકા, જામનગર, કચ્‍છમાં મેઘરાજાની વધુ મહેરઃ જો કે રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્‍દ્રનગર જીલ્લામાં વરસાદની જરૂરીયાત

પ્રથમ તસ્‍વીરમાં ધોરાજી અને બીજી તસ્‍વીરમાં જોડીયામાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીરઃ કિશોર રાઠોડ(ધોરાજી) સંજય ડાંગર-ધ્રોલ)

રાજકોટ તા.૨૪: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચોમાસુ જામ્‍યુ છે અને દરરોજ વરસાદ વરસી રહયો છે. વિસાવદરમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડયો છે.

જયારે ધોરાજીમાં ૪, કેશોદ- જોડીયામાં ૩ ઇંચ તથા લોધીકા- બગસરામાં ૨ ઇંચ વરસાદ પડયો છે.

છેલ્લા થોડા દિવસોથી ગીર સોમનાથ, જુનાગઢ, દેવભુમિ દ્વારકા, જામનગર, કચ્‍છ જીલ્લામાં મેઘરાજાએ વધુ મહેર કરતા જળપ્રલયની સ્‍થિતી સર્જાઇ છે.

જો કે રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્‍દ્રનગર જીલ્‍લામાં હજુ વરસાદની વધુ જરૂરિયાત છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર જીલ્લાના જોડીયામાં આજે સવારે ૩ ઇંચ વરસાદ પડયો છે. જયારે જામજોધપુરમાં ૧ ઇંચ વરસાદ પડયો છે

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજી પંથકમાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે હજુ શાંત થયા નથી ત્‍યારે ગઈકાલે રાત્રિના અચાનક ભારે વરસાદની સાથે રાત આખી ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા 4:5 inch વરસાદ નોંધાયો છે

છેલ્લા પાંચ દિવસથી લોકોએ સૂર્યનારાયણ ભગવાનના દર્શન કર્યા નથી અને સતત ભેજને કારણે લોકો પણ મુશ્‍કેલી ભોગવી રહ્યા છે તેમજ ખેડૂતો પણ ભારે વરસાદ અને કારણે ખેતરમાં જઈ શકતા નથી અને ખેતરોમાં પાણી ભરાવાના કારણે નવા વાવેતરને પણ નુકસાની જોવા મળી રહી છે આ બાબતે મેઘરાજા ખમૈયા કરે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે હાલમાં ધીમીધારે વરસાદ ચાલુ છે અને સિઝન નો કુલ વરસાદ ૩૧ ઇંચ નોંધાઈ ચૂકયો છે.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ગઇકાલે દિવસભર હળવા ભારે જાપટા વરસ્‍યા બાદ આજે વહેલી સવારથી વરસાદ વરસવો શરૂ થયો છે. વરસાદને કારણે માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્વશ્‍ય સર્જાયા છે. શહેરનાં રાતાપુલ, ઉમવાડા, તથા આશાપુરા અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. નિચાણવાળા વિસ્‍તારો પણ પાણી પાણી બન્‍યા છે. આ લખાય ત્‍યારે વરસાદ ચાલુ છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભારે વરસાદની આગાહી વચ્‍ચે ભાવનગર જિલ્લામાં છુટો છવાયો વરસાદ પડયો છે. ભાવનગર શહેરમાં ઠંડો પવન ફુંકાયો છે. જિલ્લાના મહુવાના દોઢ ઇંચ વરસાદ પડયો છે. ભાવનગર શહેરમાં રાત્રે ઠંડો પવન ફુંકાયો હતો અને અડધો ઇંચ જેટલો વરસાદ પડયો છે. આજે સવારે પણ વાદળછાયા વાતાવરણ વચ્‍ચે ઠંડો પવન ફુંકાય રહ્યો છે.(૨.૭).

છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદનાં આંકડા નીચે મુજબ છે.

જામનગર

જામનગર    ૬ર મી. મી.

જોડીયા               ર૩૬ મી. મી.

ધ્રોલ         ર૪ મી. મી.

કાલાવડ     ર૮ મી. મી.

લાલપુર      ૪૧ મી. મી.

જામજોધપુર ૧૦૩ મી. મી.

દેવભૂમિ દ્વારકા

દ્વારકા                 ૧૮૯ મી. મી.

ખંભાળીયા    ૬પ મી. મી.

કલ્‍યાણપુર   પ૧ મી. મી.

ભાણવડ      ૧૩૧ મી. મી.

       જુનાગઢ      

માણાવદ     ૮ર મી. મી.

વંથલી                ૮૮ મી. મી.

જુનાગઢ     ૬૮ મી. મી.

ભેંસાણ                ૮૩ મી. મી.

વિસાવદર   ર૩૦ મી. મી.

મેંદરડા               ૮૦ મી. મી.

કેશોદ                 ૧૩૩ મી. મી.

માંગરોળ     ૭૧ મી. મી.

માળીયા હાટીના      ૪પ મી. મી.

અમરેલી

કુંકાવાવ-વડિયા      ૬૦ મી. મી.

બાબરા               ૧ર મી. મી.

લાઠી         પ મી. મી.

લીલીયા      ૭ મી. મી.

અમરેલી     ૩૦ મી. મી.

બગસરા      ૧૪૧ મી. મી.

ધારી         રપ મી. મી.

સાવરકુંડલા  ૧૬ મી. મી.

ખાંભા                 રર મી. મી.

જાફરાબાદ   ર૭ મી. મી.

રાજુલા               ૪૭ મી. મી.

રાજકોટ

જેતપુર               ૬ર મી. મી.

ગોંડલ                ર૭ મી. મી.

જસદણ      ૪ મી. મી.

લોધીકા               પ૮ મી. મી.

પડધરી               ૧૪ મી. મી.

રાજકોટ      ર૩ મી. મી.

કોટડાસાંગાણી        ૬ મી. મી.

જામકંડોરણા ૬૧ મી. મી.

ઉપલેટા              પ૩ મી. મી.

ધોરાજી               ૧૦૪ મી. મી.

કચ્‍છ

અંજાર                ૮૯ મી. મી.

અબડાસા     ૧૯ મી. મી.

ગાંધીધામ    ૪૯ મી. મી.

નખત્રાણા    ૧૩૧ મી. મી.

ભચાઉ                ૮ મી. મી.

ભુજ          ૩૦ મી. મી.

મુંદ્રા          ૧પર મી. મી.

માંડવી               ૧પ૪ મી. મી.

રાપર                 ૧૧૦ મી. મી.

લખપત              ૭૭ મી. મી.

ગીર સોમનાથ

ગીરગઢડા    ૬પ મી. મી.

તાલાલા      ૮૩ મી. મી.

સુત્રાપાડા    ૬૭ મી. મી.

કોડીનાર     ૭૭ મી. મી.

ઉના         ૪૧ મી. મી.

વેરાવળ      ૬૪ મી. મી.

પોરબંદર

પોરબંદર     ૪૪ મી. મી.

રાણાવાવ    ૬૩ મી. મી.

કુતિયાણા    ૪ર મી. મી.

સુરેન્‍દ્રનગર

ચોટીલા      ૧પ મી. મી.

પાટડી                ૩ મી. મી.

લીંબડી               ર મી. મી.

વઢવાણ     ૧૮ મી. મી.

મુળી         ર૦ મી. મી.

સાયલા               ૧પ મી. મી.

થાનગઢ     ૪૩ મી. મી.

ભાવનગર

વલ્લભીપુર   ર મી. મી.

ભાવનગર    ૧૦ મી. મી.

શિહોર                પ મી. મી.

ગારીયાધાર  ૧ર મી. મી.

પાલીતાણા   ર મી. મી.

મહુવા                ૩૯ મી. મી.

ઘોઘા                 ૧ મી. મી.

મોરબી

મોરબી               રપ મી. મી.

વાંકાનેર     ૧૦ મી. મી.

ટંકારા                 ૩૬ મી. મી.

માળીયામિંયાણા      ૧પ મી. મી.

બોટાદ

રાણપુર      ૩ મી. મી.

ગઢડા                ૧ મી. મી.

બરવાળા     ર મી. મી.

(11:09 AM IST)