તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 24th July 2024
શ્રી પટેલ કન્યા છાત્રાલય આટકોટના પૂર્વ પ્રમુખ
અરજણભાઈ રામાણીએ ઝેરી દવા પી લેતા રાજકોટ સારવારમાં આટકોટ કન્યા છાત્રાલયની એક વિદ્યાર્થીનીનું પાંચવડાના ભાજપના આખાબોલા યુવા રાજકીય આગેવાન દ્વારા શોષણ થયાનું બહાર આવતા પોતાની બદનામી થશે એ બીકે દવા પી લીધી હોવાની ચર્ચા

જસદણ તા. ૨૪ જસદણ પંથકના સહકારી આગેવાન, રાજકીય અગ્રણી અને પટેલ સમાજના મોભી તેમજ આટકોટ પટેલ કન્યા છાત્રાલયના પૂર્વ પ્રમુખ અને હાલના ટ્રસ્ટી અરજણભાઈ લીંબાભાઇ રામાણી મૂળ વીરનગર હાલ આટકોટ ઉં.વર્ષ ૭૨ એ ગઈકાલે ઝેરી દવા પી લેતા પ્રથમ આટકોટ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે અરજણભાઈ રામાણીને આટકોટ ની કે.ડી. પરવાડીયા હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર વિભાગમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને ઝેરી દવા પી લીધી હોવાનું કહેતા તાત્કાલિક તેમને ગંભીર હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળે છે.
આ અંગે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે આ બનાવ આટકોટ બન્યો હોય ગાંધીગ્રામ પોલીસે આટકોટ પોલીસને આ અંગે જાણ કરતા આટકોટ પોલીસ દ્વારા કયા કારણોસર અરજણભાઈ રામાણીએ દવા પીધી તેની તપાસ હાથ ધરી છે
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
