<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ભાદર-૨ ડેમના ૪ દરવાજા તો ન્‍યારી-૨ ડેમનો ૧ દરવાજો ખોલાયોઃ ૨૩ ગામોને ચેતવણી

રાજકોટ તા. ૨૪: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદર-૨ ડેમના ઉપરવાસમાં સતત પાણીની આવક ચાલુ હોવાથી પાણીનું રુલ લેવલ જાળવવા ડેમના ૪ દરવાજા ૦.૬૬ મીટર ખોલવામાં આવ્‍યા છે, આથી ડેમના હેઠવાસ વિસ્‍તારમાં આવેલા ભોળા, ભલગામડા, છાડવાવદર, સુપેડી, ડૂમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, હાડફોડી, ઈસરા, કુંડેચ, લાઠી મજેઠી, લાઠી, નીલાખા અને તલંગાણા ગામોના નીલાખા ગામના લોકોને  નદીના પટમાં અવરજવર ન કરવા, માલ મિલકત તથા ઢોર-ઢાંખરને ન લઈ જવા તથા સાવચેત રહેવા જણાવાયું છે.

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્‍યારી - ૨ ડેમમાં ૧૦૦ % પાણી ભરાયેલ હોવાથી ડેમનો એક દરવાજો ૦.૦૭૬ મીટરે ખોલવામાં આવ્‍યો છે. આથી  નદીના ઘટમાં આવેલા પડધરી તાલુકાના ગોવિંદપર, રામપર, તરઘડી,  વણપરી અને ખામટા ગામોના લોકોને તાત્‍કાલિક સલામત સ્‍થળે ખસી જવા અને નદીના પટમાં તથા કાંઠા વિસ્‍તારમાં અવરજવર ન કરવા રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવ્‍યું છે.

(1:21 PM IST)