<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ: રંગપુર નદીમાં ઘોડાપૂર આવ્યા: રસ્તા ઉપર પાણી ફરી વળ્યા

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. રંગપુર નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા. કુકાવાવ જંગર વાઘણીયા તેમજ બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.

રંગપુર જવાના માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહનો અટવાયા છે. વડીયાની સંકરોળા નદીમાં પૂર આવ્યા છે. આજે રાજ્યના ૧૦ જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી સાથે ૧૪ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.

(1:20 PM IST)