<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

કાગદડીના ધો. ૧ના વિદ્યાર્થીને સ્‍કાય ટ્રેન વિષે જ્ઞાનઃ જીસાસાવૃતિનો પ્રભાવ

વિદ્યાર્થીઓ આપેલ માહિતીથી શિક્ષિકા જીજ્ઞાસાબેન ખુશ

રાજકોટ તા. ર૪ :.. તાલુકાના કાગદડી ગામની સરકારી શાળાના ધો. ૧ ના એક વિદ્યાર્થીએ ગુગલમાં સર્ચ કરી મેળવેલ માહિતી વર્ગમાં શિક્ષિકા અને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી સૌને આર્યશ્રી કરી દીધા હતાં.

ધો. ૧ ના વર્ગ શિક્ષિકા વસાવડા જીજ્ઞાબેન તહેવારો વિષે પ્રશ્નોતરી કરતા હતા કે આપણે કયાં કયાં તહેવારો ઉજવીએ છીએ ? જેમાં ધોરણ ૧ ના વિદ્યાર્થીઓ જવાબ આપી રહ્યા હતા કે હોળી, દિવાળી, ઉતરાયણ, નવરાત્રી, ર૬ જાન્‍યુઆરી, જેમાં તેમના જવાબ બાદ પ્રોત્‍સાહન માટે ખૂબ સરસ, વાહ તેવા પ્રતિસાદ આપી રહી હતી.

જીજ્ઞાસાબેન જણાવે છે કે, ધોરણ ૧ ના અભ્‍યાસ કરતો યુપીનો વિદ્યાર્થી સંગાડા રોનક કહે ટીચર આકાશમાં રેલગાડી જાય તે કયો તહેવાર ? તે ઉતરાયણ જેમાં પતંગમાં ફાનસ ચઢાવી ઉડાડી તે ત્‍યારે મને તેણે ના પાડતા કહયું ના ટીચર તે નહિ આકાશમાં રેલ ગાડીની જેમ જાય એક જ લાઇનમાં તે કયારેક જ દેખાઇ.

ધોરણ ૪ તેના વર્ગ શિક્ષક શ્રી બિંદીબેન વસાવડા હતા ત્‍યાં પણ તેને પુછયું અને જવાબ ઉતરાયણ જ મળ્‍યો. બાકીના વિદ્યાર્થીને ઘણી પુછપરછ કરી ત્‍યારે એક વિદ્યાર્થી જવાબ આપ્‍યો હા ટીચર એને તો સોલાર પેનલ કહેવાય. એટલે મે તેને સમજાવ્‍યુ કે સોલાર પેનલ સૂર્યથી ચાલે અને યુ-ટયુબમાં સર્ચ કરી બતાવ્‍યું.

વિદ્યાર્થીનો ઉત્‍સાહ અમને સમજાવવામાં એટલો બધો હતો કે તે સમજાવી શકતા ન હતાં. પછી મને થયું સ્‍કાય ટ્રેન સર્ચ કરુ. જેવું મે સર્ચ કર્યુ ને જે પીકચર આવ્‍યું ત્‍યાં તો આખો વર્ગ તે જોઇને તો આヘર્યચકિત થઇ ગયો. તે રોનકએ પણ એના વિશે એને જેટલી ખબર હતી કહ્યું. તો મારી ખુશીનો તો પાર ના રહ્યો અને મે એને કહયું કે આજ તો તું અમારો શિક્ષક બન્‍યો કહેવાય.

(2:48 PM IST)