તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
જામ-રાવલ નગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોને સાવચેત કરાયા

ખંભાળિયા- દ્વારકા તા.૨૪ : હવામાન વિભાગના આગાહીના પગલે છેલ્લા ઘણા સમયથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનરાધાર મેઘવર્ષા થઈ રહી છે. ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમોમાં નવા નીરની આવક થતાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલ ગામોને વહીવટી તંત્ર દ્વારા સાવચેત કરી નાગરિકોને સમજૂત કરવામાં આવી રહ્યા છે.
ભારે વરસાદની સ્થિતિ પગલે વર્તું -૨ ડેમના ૧૦ દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સંભાવના પગલે જામ-રાવલ નગરપાલિકા દ્વારા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા તેમજ જરૂર જણાય તો નગરપાલિકાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
