<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

પાનેલી નાની સિંચાઇ યોજના ઓવરફલો : કુલ સપાટી ૫૩ાા ફૂટ પરનું હાલ ડેમની સપાટી ૫૫ ફૂટે પહોંચી

ડેમ ઉપરથી ૭૪૯૬ ક્‍યુસેક પાણીનો પ્રવાહ વહી રહ્યો છે : પાંચ ગામોને સાવચેત કરાયા

રાજકોટ તા. ૨૪ : પાનેલી નાની સિંચાઈ યોજના ઓવરફલો થતાં નીચાણવાળા વિસ્‍તારના ગામ લોકોએ સાવચેતી રાખવા સૂચના અપાઇ છે.પાનેલી નાની સિંચાઈ યોજનાની કુલ સપાટી ૫૩.૩૦ ફૂટ છે. હાલ ડેમની સપાટી ૫૫.૦૦ ફૂટ છે. જેથી ડેમ ઓવરફલો થયો છે. ડેમ પરથી ૭૪૯૬ ક્‍યુસેક પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો હોવાથી ડેમની નીચાણવાળા ગામો  પાનેલી, હરિયાસણ, ખારચિયા, જાર તથા ચરેલિયા ગામ લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેતીના પગલા લેવા નાયબ કાર્યપાલક ઇજનેર, પંચાયત સિંચાઇ પેટા વિભાગ, ઉપલેટા દ્વારા જણાવાયું છે.

(4:43 PM IST)