<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

બગસરામાં પ્રૌઢ સાથે ૩ લાખ ઉપરાંતની છેતરપિંડી

ખોટુ નામ ધારણ કરી વોટસએપ ઉપર કારનો ફોટો બતાવી વેચાણની વાત કરી : વિસનગર શખ્‍સે ખોટુ નામ ધારણ કરી મોબાઇલ સ્‍વિચ ઓફ કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૬: બગસરા મામલતદાર કચેરી પાસે રહેતાં જયદેવભારથી ભનુભારથી ગૌસ્‍વામી ઉ.વ.૪૮ની સાથે મહેસાણા જીલ્લાના વિસનગરના પિયુષ પટેલ ઉર્ફેચિરાગ પટેલે ખોટુનામ ધારણ કરી વોટસએપ ઉપર ફોરવ્‍હીલ સ્‍વીફટ કાર જીજે ૧૮ બીઇ ૧૫૫૬ના ફોટા બતાવી વેંચાણ બાબતેની વાત કરી ફોરવ્‍હીલ કારનારૂા. ૩, ૨૦,૦૦૦ પીએમ આંગડીયાપેઢી બગસરાખાતેથી મોકલી આપતા પૈસા મેળવી લઈ મોબાઇલ સ્‍વીચ ઓફ કરી દઈ ફોરવ્‍હીલ કાર ન આપી છેતરપિંડી કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે.

ચિતલ ગામની સીમમાં વાયર ચોરાયો

ચિતલ ગામની સીમમાં હરિભાઈ જીવરાજભાઈ રીજીયા ઉ.વ.૭૫ની વાડીમાં રાખેલ પાણીની મોટરનો કેબલ વાયર ૧૫૦ફુટ બાબરા તાલુકાના ભીલડી ગામનાલાલજીબાબુભાઇ વાઘેલાનામનો શખ્‍સ રૂા. ૫૦૦૦ની કિંમતનો કેબલ વાયર ચોરી ગયાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

લીલીયામાં ટ્રાફિકને

અડચણરૂપ બાઈક રાખતા પ્રૌઢ સામે ગુનો નોંધાયો

લીલીયા પીપળવા રોડ આંબેડકર સ્‍ટેચ્‍યુ પાસે લીલીયાના રાજેશ મનુભાઈ મકવાણા ઉ.વ. ૪૮ પોતાનું સ્‍પ્‍લેન્‍ડર બાઇક જીજે ૧૪એ૯૩૫૭નું ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રોડ ઉપર રાખી મળી આવતા પો.કોન્‍સ. કુલદિપભાઇ પરમારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ઘરી હતી.

ચલાલામાં જાહેરમાં બખેડો

ચલાલામાં અમરેલી રોડ ઉપર આવેલ રાધેહોટલ પાસેનિતિનહમીરભાઈ મકવાણા, હિંમત કાંતિલાલ મકવાણા જાહેરમાં મારામારી કરી બખેડો કરી સુલેહશાંતિનો ભંગ કરી અશાંતિનું વાતાવરણઉભુ કરી ગુનો કર્યાની પો. કોન્‍સ. પ્રકાશભાઈ માધડેચલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અમરેલીમાં યુવાન ઉપર હુમલો

અમરેલી મોટા બસ સ્‍ટેશન પાસે હિતેનકુમાર ગોરધનભાઈ રાઠવા અનુ.જનજાતિ ઉ.વ. ૩૧ મોટા બસ સ્‍ટેશન બહાર સામેના ભાગે ઉભેલ હતાં. ત્‍યારે બાજુમાં એકરિક્ષામાં કેટલાક લોકો ટોળુ વળીને કઈક રમતા હોય જેથી ત્‍યાં જોવા જતાં મોહિ કે ઉર્ફે મોયબો સલીમભાઇ હમજા તથા સૈયદ નામના શખ્‍સને સારૂ નહીં લાગતાં નામ સરનામુ પુછી ગાળો બોલી પટેલ ટાયર નામની દુકાન પાસે હિતેનકુમારને રાત્રીના સમાધાન માટે બોલાવી મોહિ કે હિતેનકુમાર તરફ આંગળી ચિંધી હડધુત કરી ધમકી આપી ઢીકાપાટુ વડે મુંઢ મારમારી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે.

લીલીયાના બવાડા ગામની સીમમાં એલસીબીએ જુગારની રેઇડ પાડી

લીલીયા તાલુકાના બવાડા ગામની સીમમાં વાડી પડાવિસ્‍તારમાં વોકળામાં જાહેરમાં જુગાર રમતાંપુનિત રાજુભાઇ સુચક, હારીતસિંહ સનુભા ગોહિલ, રણજીત વલ્લભભાઈ હેરમા, સંદિપ અશોકભાઈ ઢાકેચા, હિંમત ગીરધરભાઇ ખુંટ, સુરેશ રામજીભાઈ પઢારીયા, મુકેશ ભુપતભાઈ ખેરને એલસીબી શાખા અમરેલીના હે.કોન્‍સ. તુષારભાઈ પાંચાણીએ રેઇડ દરમિયાન રોકડ રૂા. ૮૦,૩૦૦ તથા ૭ નંગ મોબાઇલ રૂા. ૫૭,૦૦૦ મળી કુલ રૂા. ૧,૩૭, ૩૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં.

લુણીધારમાં જુગાર રમતા

વડીયાના લુણીધાર બસ સ્‍ટેશન પાસે જાહેરમાં હારજીતનો જુગાર રમતા મનોજ કરશનભાઈ શિંગાળા, અશોક ધનજીભાઇ સોલંકી, વિજય પુંજાભાઈ રાઠોડ, હરેશ વલ્લભભાઈ સોલંકીને હે. કોન્‍સ. એચ. કે. મકવાણાએ રોકડ રૂપિયા ૨૮૯૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. જયારે રેઇડ દરમિયાન વનરાજ રણછોડભાઈ વેગડ નાસી છુટયો હતો.

સાવરકુંડલામાં ઈંગ્‍લીશ દારૂ અને બિયર સાથે બે શખ્‍સો ઝડપાયા

સાવરકુંડલા કબીર ટેકરી પાસે સત્‍યમ એપાર્ટમેન્‍ટ નજીક અનીલ બાલાભાઇ શિયાળ તેમજ અનિલ ભીખાભાઈ ચોટલીયાને પો.કોન્‍સ. જીતુભાઈ સરવૈયાએ ઈંગ્‍લીશદારૂ ૧૪ બોટલ રૂા. ૩૦૧૦ તથા બીયર ૨૬ ટીન રૂા. ૨૬૦૦ મળી કુલ રૂા. ૫૬૧૦ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતાં.

સાવરકુંડલામાં પેટમાં દુખાવો થતાં યુવાનનું મોત

સાવરકુંડલા હાથસણી રોડ વિર મેઘમાયા નગ૨માં ૨હેતાં મનિષભાઈ મનસુખભાઈ ખીમસુરીયા ઉ.વ.૨૫ને ઘરે પેટમાં દુઃખાવો થતાં દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજયાનું માતા શારદાબેને સાવર કુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

અમરેલી જિલ્લામાં ૯ નસેડીઓને ઝડપી લીધા

અમરેલી જિલ્લામાં જુદા જુદા સ્‍થળોએથી એક વાહનચાલક સહિત ૯ શખ્‍સોને નશો કરી ઢીંગલી થયેલી હાલતમાં ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જેમાં અમરેલી, જાફરાબાદ, રાજુલા, અમરેલી રૂરલ તથા ધારી પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(11:04 AM IST)