તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 26th July 2024
ભારે વરસાદના કારણે ધોરાજીના નાની પરબડીમાં બોરમાંથી ૫૦ ફુટ ઉંચો ફુવારા ઉડયા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨૬: ધોરાજી પંથકમાં અતિવળષ્ટિને કારણે જમીનમાં વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં ઉતરી ગયું છે. અને જમીનમાં પાણીના તળ ફરી સાજા થયા છે ત્યારે ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે ભગવાનજીભાઈ ગજેરા ના ખેતરમાં તેમણે ઘણા સમય પૂર્વે ખેતરમાં બોર કરાવેલો હતો અને જે બોર છ મહિના પહેલા દાટી દઈ બંધ કરી દેવામાં આવ્યો હતો. જમીનની નીચે પાણીના તળ ફરી સાજા થઈ જતા ભગવાનજીભાઈ ના ખેતરમાં રહેલ બોરમાં પુષ્કળ પાણીનો પ્રવાહ આવી જતા એ બંધ થયેલો બોર ખુલી ગયો હતો અને જમીનની નીચેથી પાણીના પ્રચંડ પ્રવાહથી બોરમાંથી ૫૦ ફૂટ સુધી ઊંચે પાણીના ફુવારા છૂટયા હતા એ પણ આશ્ચર્યજનક ઘટના હતી અને જેને પ્રત્યક્ષ દર્શીઓએ મોબાઇલમાં કંડારી હતી જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. નાની પરબડીના પૂર્વ સરપંચ અરવિંદભાઈ ગજેરા એ જણાવ્યું હતું કે ઘણા સમય પહેલા કરાવેલો બોર કેસિંગ કાઢી લેવામાં આવ્યું હતું અને તેને બુરી નાખ્યા ને છ મહિનાનો સમયગાળો પણ થઈ ગયો છે. છતાં જમીનના તળમાંથી પાણીનો પ્રવાહ પ્રચંડ રૂપે આવતા એ બોર્ડમાંથી પાણીના ફુવારા ઊંચે સુધી ઉડયા હતા.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
