તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 26th July 2024
મોરબીના બંધુનગર ગામ પાસે હાઇવેના સર્વિસ રોડ ઉપર જીવલેણ ખાડોઃ ટ્રેકટર પલટી મારી ગયું

મોરબીઃ બંધુનગર ગામ પાસે હાઇવેના સર્વિસ રોડ ઉપરના જીવલેણ ખાડામાં આવી જતા એક ટ્રેકટર પલટી મારી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર વીર તેજાજી હોટેલ સામે સર્વિસ રોડ ઉપર મસમોટો ખાડો છે. ત્યાં પાણી ભરેલુ હોવાના કારણે આ ખાડો જીવલેણ સાબિત થાય તેમ છે. આજે અનેક વાહનો આ ખાડાનો ભોગ બન્યા છે. આ દરમિયાન એક ટ્રેકટર પણ ત્યાં પલટી મારી ગયું છે. ત્યાંરે તંત્ર દ્વારા તાકીદે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
