તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 26th July 2024
ઓખા અને બેટ વચ્ચેના સેતુને રિપેર કરીને સંતોષ મનાશે કે કંઇ નવાજુની થશે

મીઠાપુર,તા. ૨૬: ઓખા વિશ્વમાં પ્રસિધ્ધ એવા તીર્થસ્થાન બેટદ્વારકા ખાતે તાજેતરમાં વડાપ્રધાન દ્વારા તેમના સ્વપ્ન સમાન સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. પરંતુ માત્ર પહેલી વારના વરસાદમાં જ સેતુની નબળી કામગીરીને લીધે તેમાંથી સળિયા દેખાવા લાગ્યા હતા. મીડિયાના અહેવાલો બાદ જાણે તંત્ર સફાળુ જાગ્યુ હોય તેમ હરકતમાં આવી ગયુ હતું. અને ઓખાથી લઇને છેટ દિલ્હી સુધી ફોનની ઘંટડીઓ રણકવા લાગી હતી. હાલ તો આ સેતુને રિપેર કરી દેવામાં આવ્યો છે. પરંતુ એક જ વરસાદમાં સેતુની આવી હાલત થી કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ આવું થતા નબળી કામગીરી થઇ હોય એવું સાબિત થયુ હોય તેવું લાગે છે. હવે આ બાબતે કંઇ પગલા લેવાશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. (તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
