<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

દ્વારકા જિલ્લાના તમામ ૧૪ ડેમ છલકાયા તો કયાંક દરવાજા ખોલાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૬: દ્વારકા જિલ્લામાં કુલ નોંધપાત્ર ગણાય તેવા ૧પ ડેમો આવેલા છે જેમાંથી જિલ્લાનો સૌથી મોટો સાની ડેમ હાલ કરોડોના ખર્ચે નવો બની ગયો છે. ત્‍યારે બાકીના તમામ ડેમો છલકાતા હેઠવાસની નદીઓ પાણીની ચિકકાર થઇ ગઇ છે તથા તળાવો કુવાઓ બોર અને ચેકડેમો પણ છલકાઇ ગયા છે.

જિલ્લામાં સૌ પ્રથમ સિંહણ ડેમ છલકાયો હતો. જે પછી એક પછી એક ડેમ છલકાતા હાલ તમામ ચૌદ ડેમો વર્તુ-ર યોજના, વેગડી ૧ યોજના, વેગડી-ર યોજના, મીણસાર યોજના, વર્તુ-૧ યોજના, કળરકા યોજના, સોનમતી યોજના, સેઢા ભાડથરી યોજના, ઘી ડેમ યોજના, ગઢકી યોજના, સીંધલી યોજના, કંડોરણા યોજના, મહાદેવીયા યોજના તમામ યોજનાના ડેમો ૦.પ મીટરથી ૦.૩૦ મીટર સુધી છેલ્લા ચારેક દિવસથી સતત છલકાતા અને દરવાજા વાળા ડેમોના દરવાજા પોતાના ભારે પૂર સાથે    નદીઓ   ચિકકાર છલકાય છે.

આવેદનપત્ર અપાયું

કલ્‍યાણપુર તાલુકામાં અતિ ભારે વરસાદ પડયો હોય તથા એક દિવસમાં ૧૧ થી ૧પ ઇંચ વરસાદ પડતા ખેડૂતોને થયેલ નુકશાન તથા રોડ રસ્‍તા ધોવાઇ ગયા હોય પાક પુરમાં તણાય ગયો હોય કલ્‍યાણપુર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ શ્રી ડાડુભાઇ બેડીયાવદરાની આગેવાનીમાં તાલુકાના ૩૦ જેટલા સરપંચો તથા આગેવાનોએ તાકીદે સર્વે કરીને કલ્‍યાણપુર તાલુકાને સહાયનું સ્‍પેશ્‍યલ પેકેજ આપવા માંગ કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્‍યું હતું.

(1:55 PM IST)