News of Friday, 26th July 2024
શાપરમાં દબાણ હટાવ ઓપરેશનઃ ૧પ કરોડની જમીન ખૂલ્લી કરાવતા કોટડાના મામલતદાર

રાજકોટ : કોટડાસાંગાણીના શાપરમાં કલેકટરની સુચના બાદ શાપર વેરાવળ નેશનલ હાઇવેથી નજીકમાં આવેલ સરકારી ખરાબાના સ. નં. ૪૯૪ ની જમીનમાં બસ સ્ટેન્ડ માટે પિક અપ પોઇન્ટ બનાવવાના હેતુ માટે આશરે ૧૦ જેટલી કેબીનો તથા અન્ય અનઅધિકૃત ચો. મી. પ૦૦ જેટલી જમીનમાં થયેલ કોમર્શીયલ દબાણ દબાણદારોએ સ્વેચ્છાએ અંશતઃ દબાણ ખુલ્લું કરેલ તથા ન દબાણ હટાવાયા હતા, જેની અંદાજીત બજાર કિંમત ૧૦ કરોડ હોવાનું જાહેર કરાયું છે. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ફરીયાદ અરજીના આધારે ધનજીભાઇ બચુભાઇ કુડલા સામે દબાણ કેસની કાર્યવાહી પુર્ણ કરી કલમ-ર૦ર હેઠળ નોટીસ આપવામાં આવેલ, જમીનમાં આશરે ર કાચી ઓરડી તથા એક મચ્છોમાનું મંદિર, સુરપુરા દાદાનું મંદિર તેમજ અન્ય રહેણાક તથા કોમર્શીયલ જમીન આશરે રપ૦૦ ચો. મી. માં થયેલ દબાણ દૂર કરવામાં આવેલ. જેની અંદાજીત બજાર કિંમત આશરે પ કરોડ થાય છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
