News of Friday, 26th July 2024
પોરબંદરના કડછમાં સર્પદંશ થયેલ યુવાનને એનડીઆરએફ ટીમે બચાવ્યો

પોરબંદર તા. ર૬ :.. કડછમાં ચારેય બાજુ ભરાયેલા વરસાદના પાણી વચ્ચે યુવાનને સર્પે દંશ માર્યાની જાણ થતાં હોડી દ્વારા સ્થળ ઉપર એનડીઆરએફ ટીમે પહોંચીને સારવાર માટે લઇ જઇને યુવાનનો જીવ બચાવ્યો હતો.
પોરબંદરના માધવપુરથી નજીક આવેલ કડછમાં અતિ ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે. મોચાથી કડછ ગામે જતા રસ્તા પર પાણી ફરી વળ્યુ હોવાથી વાહન અવરજવર થઈ શકે તેમ નથી. ત્યારે કડછ ગામે એક યુવાનને સર્પે ડંખ માર્યો હતો. આ બનાવની જાણ માધવપુર પી.એસ.આઈ. મોરી થતા એઓએ તાત્કાલિક સારવાર માટે યુવાનને લઇ જવાની વ્યવસ્થા કરાઈ હતી.
એન ડી આર એફ ની ટીમ મારફત ૫ કિમી પાણીના પ્રવાહ માંથી બોટથી રેસકયું કરાયું હતું. માધવપુર નજીક કડછ ગામે નાગાજણ નામના યુવાનને સર્પે ડંખ મારતા પોલિસ અને એન ડી આર એફ ની ટીમે બોટ મારફત રેસ્કયું કરી મોચા ગામથી ૧૦૮ મારફત તેને પોરબંદર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
