તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 26th July 2024
કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદી સરકારનું બજેટ કૃષિ વ્યવસ્થાને બળવતર બનાવશે : ડોલરભાઇ કોટેચા
કૃષિજગત માટે ભેટના વરસાદને આવકારતા ખેતી બેંકના ચેરમેન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૬ : ધી ગુજરાત સ્ટેટ કો-ઓ. એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિ. અમદાવાદના ચેરમેન ડોલરભાઇ કોટેચાએ નરેન્દ્રભાઇ મોદી સરકાર દ્વારા દેશની કૃષિ વ્યવસ્થાને બળવતર બનાવવા બજેટમાં કૃષિ જગત માટે ભેટનો વરસાદ કર્યો છે. જેને આવકારેલ છે.
ડોલરભાઇ કોટેચાએ વધુમાં જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ૩.૦ સરકારના પ્રથમ બજેટમાં કેન્દ્રિય નાણાંમંત્રી શ્રી નિર્મલા સીતારમન દ્વારા આજે સતત સાતમી વાર બજેટ રજુ કરવામાં આવ્યું. જેમાં કૃષિક્ષેત્ર માટે વિકાસલક્ષી કાર્યો કરવા બજેટમાં ફાળવણી કરવામાં આવી છે.
કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે રૂા. ૧.૫૨ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેડુતો દ્વારા ખેતી માટેના ૩૨ ક્ષેત્રો અને બાગાયતી પાકોની નવી ૧૦૯ ઉપજ આપતી અને આબોહવાને અનુકુળ આવે તેવી જાતો બહાર પાડવામાં આવશે. સમગ્ર દેશમાં એક કરોડ ખેડુતોને સર્ટીફીકેશન અને બ્રાન્ડીંગ સાથે પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન આપવામાં આવશે.
પ્રાકૃતિક ખેતી માટે ૧૦,૦૦૦ બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર ની સ્થાપના કરવામાં આવશે. ત્રણ વર્ષમાં ખેડુતોને તેમની જમીનોના કવરેજ માટે ડીજીટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચર (ડી.પી.આઈ.)લાગુ કરવામાં આવશે. કૃષિ સંશોધનમાં પરિવર્તન કરી કૃષિ સંશોધન સેટઅપની વ્યાપક સમીક્ષા કરી ઉત્પાદકતા વધારવા અને વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રનો ઝડપથી વિકાસ થઈ રહયો છે. કેન્દ્રિય બજેટમાં સહકાર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રિય સહકાર નીતિની જાહેરાત કરવામાં આવી છે આ નીતિ ગ્રામીણ અર્થવ્યવસ્થામાં નવી ચેતના ભરશે.
દેશના સમગ્ર કૃષિ અને સહકાર જગતને અઢળક ફાયદાઓ આપવાની તેમ સાથે રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવા માટે ખાસ જોગવાઈ સાથેનું અનરાધાર વરસતું બજેટ રજુ કરવા બદલ મોદીજીનો ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચાએ આભાર માન્યો છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
