<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

મોરબી : નેશનલ હાઇવે પર ઢોરનો અડીંગો, વાહનચાલકોને અકસ્માતનો ભય.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી શહેરમાં નગરપાલિકા તંત્રના પાપે જાહેર માર્ગો પર રખડતા ઢોરનો અડીંગો જોવા મળતો હોય છે જેથી છાશવારે અકસ્માત સર્જાતા રહે છે નીમ્ભર તંત્રને નાગરિકોના જીવની કોઈ ચિંતા ના હોય તેમ કોઈ કાર્યવાહી કરાતી નથી ત્યારે હવે માત્ર મોરબી શહેર જ નહિ મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર ઢોરનો અડીંગો જોવા મળે છે

નેશનલ હાઈવે પર બંધુનગર ગામ નજીક સર્વિસ રોડ બિસ્માર હોય અને પાણી ભરાયેલું રહેતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું આવા અકસ્માતો અવારનવાર બનતા રહે છે તો મકનસર ગામ નજીક હાઈવે વચ્ચોવચ્ચ ઢોર અડીંગો જમાવી બેસેલા જોવા મળે છે જેથી અકસ્માત સર્જાય અને નિર્દોષનો જીવ જાય તો જવાબદારી હાઈવે ઓથોરીટી લેશે ખરા ?


 

(10:26 AM IST)