તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Sunday, 28th July 2024
ઉનામાં થોડા દિવસ પહેલા અનઅધિકૃત અનાજ અને દારૂનો જથ્થો પકડાયેલ ગોડાઉનને ગીર સોમનાથ જિલ્લા કલેકટર અને મામલતદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરી તોડી પાડવામાં આવ્યું
૧૨૫ ચો.મી.ની રૂ. ૨૦ લાખની કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવી : ગોડાઉનવાળી જગ્યા રાજ્ય સરકાર દ્વારા સાર્વજનિક હેતુ માટે અનામત રાખવામાં આવેલ હતી

ગીર સોમનાથ તા.૨૮
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અન્વયે જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઉના તથા મામલતદારશ્રી ઉના દ્વારા ઉના શહેરના ધૂળ કોટિયા વિસ્તારમાં આવેલ ગોડાઉનની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ ગોડાઉન ખાતેથી સરકારી અનાજ તથા અંગ્રેજી દારૂનો ગેર કાયદેસર સંગ્રહાયેલ જથ્થો મળી આવ્યો હતો.
આ ગોડાઉનવાળી જગ્યા રાજ્ય સરકાર દ્વારા સાર્વજનિક હેતુ માટે અનામત રાખી નગરપાલિકાને વપરાશ માટે આપેલ પૈકીની છે. શહેરના રહેણાંક વિસ્તારથી દૂર હોય ત્યાં ગોડાઉન બાંધી, તેમાં અનધિકૃત પ્રવૃત્તિ ચાલતી હતી.
ભવિષ્યમાં ફરીથી આ જગ્યાનો દૂરપયોગ થવાની સંભાવનાને ધ્યાને લઇ જીલ્લા કલેકટરશ્રી દ્વારા સૂચના આપતાં આજ રોજ ગોડાઉન ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી ગોડાઉન તથા તેની બાજુનું નળીયાવાળું ખંડેર મકાન વિગેરે દૂર કરવામાં આવ્યા છે.
આ જગ્યા પર ગોડાઉનનું બાંધકામ કરેલ તેમજ ટોઈલેટ, બાથરુમ તેમજ તેના ઉપરના ભાગે એક રુમનું બાંધકામ કરવામાં આવ્યું હતું. બાંધકામ કુલ અંદાજિત ૧૨૫ ચો.મી.માં કરવામાં આવેલું હતું. જેની બાંધકામ સહિતની અંદાજીત બજાર કિંમત રૂ. ૨૦ લાખ જેટલી થાય છે.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
