<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

સિક્કા પોલીસ દારૂનો જથ્થો ઝડપ્યો :બે આરોપીઓ નાશી ગયા :કુલ 1.59 લાખનો મુદામાલ જપ્ત

લહેર તળાવથી આગળ ગોરધનપર ગામની અંદર બાવળના ઝાળી પાસે આરોપીઓ દારૂની હિરાફેરીઃ કરતા હોવાની બાતમીના આધારે પોલીસનો દરોડો

જામનગર :જિલ્લામાં પ્રોહી/જુગાર સદંતર બધું કરવા સુચના કરવામાં આવેલ હોય તથા નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા તથા સર્કલ પો.ઇન્સ. વી.એસ.પટેલના સિધા માર્ગદર્શક હેઠળ સિક્કા પો.સ્ટે. વિસ્તારમાં દારૂ/જુગારના વધુ ને વધુ કેસો શોધી કાઢવા સુચનાઓ આપવામાં આવેલ.હોય ઉપરોક્ત સુચના અને માર્ગદર્શન હેઠળ સિક્કા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.આર.એચ.બારની સુચનાથી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા 

દરમ્યાન પો.હેડ કોન્સ સી.ટી. પરમાર તથા પો.કોન્સ રોહીતભાઈ નારણભાઇ ભાટીયા તથા જીતેન્દ્રભાઇ કાંતીભાઇ પરમાર તથા ક્રુષ્ણપાલસિંહ કરણસિંહ જાડેજા તથા જયપાલભાઇ ડાયાભાઇ મેરનાઓને  ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે લહેર તળાવથી આગળ ગોરધનપર ગામની અંદર જતા બાવળની ઝાળી પાસે બે ઇસમો નવીન લક્ષ્મીદાસ દામા( રહે-જામનગરવાળૉ) એક બજાજ મેકસીમા સી.એન.જી.રી.ક્ષા રજી નં. GJ 10 TW 9380 તથા હિરેન ઇન્દ્રજીતભાઇ ચંદન (રહે જામનગર) એકસેસ મો.સા.રજી નં GJ 10 EA 6025 નું ત્યાં રાખી ઇંગ્લીશ દારુ ની હેરા -ફેરી કરે છે.તેવી ખાનગી રાહે સંયુકત હકીકત મળેલ હોય જેથી સદર જગ્યાએ રેડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારુ ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશ્યલ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ ની કુલ બોટલ નંગ-૬૦ કી.રુ.૩૦,૦૦૦ તથા વાઈટ લેક વોડકા ઓરેંજ ફ્લેવર ૧૮૦ ML, ના ચપટા કુલ નંગ ૯૩ કી.રુ.૯૩૦૦ તથા બજાજ મેકસીમા સી.એન.જી.રી.ક્ષા ના રજી નંબર જોતા GJ 10 TW 9380 કી.રુ. ૧,૨૦,૦૦૦ એમ કુલ મુદામાલ કી.રુ.૧,૫૯, ૩૦૦ નો રેઇડ દરમ્યાન નીચે જણાવેલ આરોપીઓ એ નાશી જઇ ગુન્હો કરેલ છે

 ફરાર આરોપીઓ (૧) નવીન લક્ષ્મીદાસ દામાં (રહે-જામનગર) (૨) હિરેન ઇન્દ્રજીતભાઇ ચંદન (રહે જામનગર )કબ્જે કરેલ મદામાલ (૧) ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશ્યલ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ ની કુલ બોટલ નંગ-૬૦ કી.રુ.૩૦,૦૦૦ (૨) વાઈટ લેક વોડકા ઓરેંજ ફ્લેવર ૧૮૦ ML, ના ચપટા કુલ નંગ ૯૩ કી.રુ.૯૩૦૦ (૩) બજાજ મેકસીમા સી.એન.જી. રી.ક્ષા ના રજી નંબર જોતા GJ 10 TW 9380 કી.રુ. ૧,૨૦,૦૦૦ એમ કુલ મુદ્દામાલ કી.રુ.૧,૫૯,૩૦૦ જપ્ત કરેલ છી

 કામગીરી કરનાર ટીમ- પો.સબ.ઇન્સ.આર.એચ.બારબ તથા પો.હડે.કોન્સ.ચંદ્રસીંહ ટેમુભા પરમાર તથા ચંદ્રકાંતભાઇ દામજીભાઇ ગાંભવા તથા પો.કોન્સ.રોહીતભાઇ નારણભાઇ ભાટીયા તથા પો.કોન્સ .કૃષ્ણપાલસિંહ કરણસિંહ જાડેજા તથા પો.કોન્સ.જીતેન્દ્રભાઇ કાંતીભાઇ પરમાર તથા પો.કોન્સ. જયપાલભાઇ ડાહ્યાભાઈ મેર વગેરે નાઓ દ્વારા કરવામાં આવેલ છે.


 

(9:26 PM IST)