News of Monday, 29th July 2024
માળિયા નવલખી પોર્ટે ગાયત્રી વે બ્રિજમાં ટ્રક અથડાવી ૪ લાખનું નુકશાન કર્યું.
પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : નવલખી પોર્ટે ગાયત્રી વે બ્રીજમાં ટ્રક અથડાવી વે બ્રિજના લોડ સેલમાં અંદાજીત ૪ લાખ જેટલું નુકશાન કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે.
વવાણીયા ગામના રહેવાસી અસ્લમ અભ્રામ કચા (ઉ.વ.૨૨) નામના યુવાને ટ્રક ટ્રેઇલર જીજે ૦૩ બીટી ૭૪૧૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી ટ્રક ટ્રેઇલર ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી નવલખી પોર્ટ પર આવેલ ગાયત્રી વે બ્રીજના પ્લેટફોર્મ પર જોરદાર બ્રેક મારી હતી અને બીજી વખત ટ્રકને એકદમ આગળ લેતા વે બ્રિજનું પ્લેત્ફોત્મ તેની મૂળ જગ્યાએથી નીચે પડી જતા અને વે બ્રિજના લોડ સેલ નંગ ૦૮ તૂટી જતા વે બ્રિજમાં અંદાજીત રૂ ૪ લાખનું નુકશાન કર્યું હતું માળિયા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
