News of Monday, 29th July 2024
મોરબીના જવાહરનગરના મકાનમાંથી ઈંગ્લીશ-દેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના ભડિયાદ રોડ પર આવેલ રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે દેશી-ઈંગ્લીશ દારૂ તેમજ બીયરનો જથ્થો જપ્ત કર્યો છે તેમજ આરોપીની શોધખોળ ચલાવી છે.
એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જવાહરનગર શેરી નં ૧ માં રહેતા આરોપી ભગવાનજીભાઈ સીદાભાઇ મકવાણાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી દારૂની બોટલ નંગ ૦૭ કીમત રૂ ૨૧૦૦, બીયર નંગ ૩૬ કીમત રૂ ૩૬૦૦ અને દેશી દારૂ ૨૬૫ લીટર કીમત રૂ ૫૩૦૦ સહીત કુલ રૂ ૧૧ હજારનો મુદામાલ કબજે લીધો છે રેડ દરમિયાન આરોપી ભગવાનજીભાઈ મકવાણા હાજર મળી આવ્યો ના હોય જેથી આરોપી વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી તપાસ હાથ ધરી છે.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
