<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

ગુજરાતમાં આઈટમ ‘સી' કેટેગરીના મીઠાનું લોડીંગ બંધ કરાયું : વાજબી ભાવે મળતા મીઠાની અછત સર્જાવાની ભીતિ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૯: ગુજરાતના મીઠા ઉદ્યોગમા આઈટમ  ‘સી'નું લોડીંગ બંધ કરાતા રૂ. ૨૦૦ કરોડનો મરણતોલ ફટકો પડવાની ભીતિ વ્‍યકત કરવામાં આવી છે. આ ‘સી' કેટેગરી મીઠાના લોડીંગથી દેશના ગરીબ પરિવારોને વાજબી ભાવથી મીઠું મળતું હતું અને છેલ્લા બે વર્ષમાં ખારાઘોડા, સાંતલપુર, હળવદ અને આડેસર સ્‍ટેશનથી છેલ્લા બે વર્ષમાં ૨૭,૮૫,૦૦૦ ટન મીઠાનું લોડીંગ થયું હતું, જે હવે સદંતર બંધ થઇ જતા મીઠા ઉદ્યોગ મુશ્‍કેલીમા મુકાયો છે.

ગુજરાત એ દેશનું ૭૦% મીઠું પકવે છે. એમાંથી ૩૫% જેટલું મીઠું તો એકમાત્ર ઝાલાવાડ પંથકમાં પાકે છે. ત્‍યારે ગુજરાતના મીઠા ઉદ્યોગમા આઈટમ ૅસીૅનું લોડીંગ બંધ કરાતા રૂ.૨૦૦ કરોડનો મરણતોલ ફટકો પડવાની ભીતિ વ્‍યકત કરવામાં આવી છે. મીઠાના વેપારીઓના જણાવ્‍યાનુસાર ભારત સરકારના તધલખી નિર્ણયના કારણે આઈટમ ઘ્‍ કોટા રેકોનું લોડીંગ બંધ કરવામાં આવ્‍યું છે. તા.૧૪/૬/૨૪થી ખારાઘોડા, હળવદ, સાંતલપુર અને આડેસર આ ચાર સ્‍ટેશનથી નાના નાના વેપારીઓ એકબીજા ભેગા થઇ ઘ્‍ કેટેગરી મીઠું કે જે દેશના ગરીબ અને મધ્‍યમ પરિવારોને વાજબી ભાવથી મીઠું મળી રહેતુ હતું. પરંતુ આ સરકારના આવા આંધળા નિર્ણયને કારણે મીઠાનું વહન અટકી ગયુ છે.

આ અંગે ગ્રીષ્‍માના ઉપપ્રમુખ હિંગોરભાઈ રબારી વિગતવાર માહિતી આપતા જણાવે છે કે, જો C પ્રાયોરિટી જૂન-૨૦૨૨થી જૂન-૨૦૨૪ સુધીમાં ખારાઘોડાથી ૩૬૮ રેક લોડ થયેલ છે. જ્‍યારે સાંતલપુરથી જૂન-૨૦૨૨થી જૂન-૨૦૨૪ સુધીમાં ૩૫૮ રેક અને હળવદથી જૂન-૨૦૨૨થી જૂન-૨૦૨૪ સુધીમાં ૨૭૩ રેકનું અને આડેસરથી આ બે વર્ષમાં ૧૧૫ રેકોનું લોડીંગ થયેલું છે. આ મીઠું એકાએક બંધ થવાના કારણે દેશમાં ‘સી' કેટેગરીના મીઠાની અછત થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે.

આ બાબતે મીઠાના વેપારીઓ ભારત સરકારના જવાબદાર અધિકારીઓ અને રેલવે તંત્રનું ધ્‍યાન દોરેલ છે. પરંતુ કોઈ જ જવાબ મળતો નથી. આ નિર્ણયના કારણે મીઠાના મોટા ઉત્‍પાદકોને ડાયરેક્‍ટ મોટો લાભ થવા જઈ રહ્યો છે. આ નિર્ણયના કારણે ખારાઘોડા, સાંતલપુર, હળવદ અને આડેસરના મીઠાના અગરિયાઓ ઉપર પણ આડઅસર થશે. અને અગરીયા પરિવાર તેમજ લોડીંગ સાથે જોડાયેલા મજૂરો પણ બેકાર બનશે. ગાંધીએ ચપટી મીઠું મુઠ્ઠીમાં ઉપાડી બ્રિટિશ હુકુમતના પાયા હચમચાવી નાખ્‍યા હતા. આજે એક સમયનો ગુજરાતનો ગૌરવ સમો મીઠા ઉદ્યોગ મળતપાય હાલતમાં મુકાયો છે.

ખારાઘોડામાં આ વર્ષે વિક્રમજનક ૧૮.૫ લાખ મેટ્રિક ટન મીઠાની આવક નોંધાઈ છે અને જૂનો સ્‍ટોક ૧.૫૦ લાખ મેટ્રિક ટન મીઠાનો સ્‍ટોક પડ્‍યો છે. ત્‍યારે બીજીબાજુ મીઠાનું સી લોડીંગ બંધ થતાં મીઠા ઉદ્યોગ મળતપાયના આરે પહોંચ્‍યો છે.

આઈટમ ‘સી' કેટેગરીના મીઠાના લોડીંગથી દેશના ગરીબ પરિવારોને વાજબી ભાવથી મીઠું મળતું હતું. જેમાં રેલવે તંત્ર ભાડામાં સબસીડી આપતી હતી. અને એની સીધી દેખરેખ ભારત સરકારનું સોલ્‍ટ ડિપાર્ટમેન્‍ટ આપતું હતું. ત્‍યારે ભારત સરકાર દ્વારા સોલ્‍ટ ડિપાર્ટમેન્‍ટની ઓફિસ અચાનક બંધ કરી દેવાની સાથે ગત ૧૪/૬/૨૦૨૪થી આઈટમ ૅસીૅ કેટેગરીના મીઠાના લોડીંગ અચાનક બંધ કરી દેવામાં આવ્‍યું છે.

આ અંગે સુરેન્‍દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્‍યું કે, આ અંગે મીઠા ઉદ્યોગના વેપારીઓએ હજી સુધી મારો કોઈ સંપર્ક કર્યો નથી. હું પણ દિલ્‍હીમાં બજેટ સેશનમા ભાગ લેવા ત્‍યાંજ હતો. છતાં આ બાબતે તપાસ કરીને યોગ્‍ય કાર્યવાહી કરવા અચૂક પ્રયત્‍ન કરીશ.

(10:35 AM IST)