<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

મોરબીના વાવડી રોડ ઉપર છોટા હાથીની ટકકરથી બાઈક ચાલકનું મૃત્યુ.

છોટા હાથી ચાલાક હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોચાડી મોતને ઘાટ ઉતારી નાસીછૂટ્યો

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી શહેરના વાવડી રોડ ઉપર નયારા પેટ્રોલપંપ નજીક જીજે – 36 – વી – 0973 નંબરના છોટા હાથી વાહનના ચાલકે આરજે – 21 – ડીએસ – 5721 નંબરના બાઈક ચાલક રાજેન્દ્રસિંહ ભાટી નામના યુવાનને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોચાડી મોતને ઘાટ ઉતારી નાસી જતા અકસ્માતની આ ઘટના અંગે મૃતકનાએ પિતરાઈ ભાઈ ઉમેદસિંહ લક્ષ્મણસિંહ ભાટી રહે.હાલ ટંકારા મૂળ રહે.નાગૌર રાજસ્થાન વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં છોટા હાથી વાહનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

(12:15 PM IST)