તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 29th July 2024
જામનગરનાં મોખાણનાં પાટીયા પાસે ટ્રેલર ચાલકે હડફેટે લેતા બાઇક ચાલકનું મોત
અન્ય એક ટ્રકને પણ હડફેટે લીધો

જામનગરના લાલપુર બાયપાસ નજીક ઠેબા ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે ટ્રક અને બાઇક વચ્ચે મોડી રાત્રે અકસ્માત થતા ટ્રાફીક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ ઘટનામાં એક વ્યકિતનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. અકસ્માતની જાણ થતા જ ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે દોડી જઇ ઇજાગ્રસ્ત અને મૃતકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો જેને પોલીસ પીએમ માટે ખસેડાયો છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૯: અહીં પંચ ‘બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સંજયભાઇ અમુભાઇ શિયાર (ઉ.વ.૪૩) રે.નવા મોખાણા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે તા. ૨૮-૭-૨૦૨૪ના મરણજનાર જયેશભાઇ અમુભાઇ શિયાર પોતાનું મોટરસાયકલ જેના રજી નં. જીજે-૧૦-ડીપી-૫૪૧૮નું લઇને જામનગરથી પોતાના ઘરે નવા મોખાણા જતા હતો તે દરમ્યાન મોખાણા ગામના પાટીયા પાસે પહોંચતા રાજકોટ તરફથી ટ્રક (ટેઇલર) રજી નં. જીજે-૧૨-બીવાય-૭૮૩૭નો ચાલક પોતાનું ટ્રક ટ્રેલર પુરઝડપે બેફીકરાઇથી ચલાવી મરણજનાર જયેશભાઇના મોટરસાયકલ સહિત હડફેટે લઇ લાલપુર ચોકડી તરફથી આવતા ટ્રક નં. જીજે-૧૨એટી-૯૩૩૧ વાળા સાથે અથડાવી મરણજનાર જયેશભાઇને શરીરે ડાબા પગમાં તથા માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી અકસ્માત કરી નાશી જઇ ગુનો કરેલ છે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
