<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

પૂનમબેન માડમની જામ સાહેબ સાથે મુલાકાતઃ હર્ષદ માતાજીની ચુંદડી અર્પણ કરીને આશિર્વાદ પાઠવ્‍યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૯: જામનગરના ગૌરવપૂર્ણ વારસાનું જતન કરનારા પ્રજાવત્‍સલ રાજવી, જામનગરના નેક નામદાર મહારાજા જામસાહેબશ્રી શત્રુશલ્‍યસિંહજી સાથે જામનગરના સાંસદ પુનમબેન માડમે મુલાકાત કરી હતી. જામસાહેબ શત્રુશલ્‍યસિંહજીએ પૂનમબેન માડમને હર્ષદ માતાજીની ચુંદડી અર્પણ કરી હતી અને આશિર્વાદ પાઠવ્‍યા હતા.

જામ સાહેબ બાપુનું માર્ગદર્શન હંમેશા મૂલ્‍યવાન અને પ્રેરણાદાયક હોય છે તેમ સાંસદ પૂનમબેન માડમે જણાવ્‍યું હતું.

(12:28 PM IST)