<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

પોરબંદરમાં પુર હોનારતના અસર ગ્રસ્‍તોને વળતર ચુકવવા અને જન્‍માષ્‍ટમી મેળાના દિવસો ટુંકાવવા માંગણી

સામાજિક કાર્યકર બાવનભાઇ કાનજીભાઇ બાદરશાહી દ્વારા કલેકટરને રજૂઆત

પોરબંદર તા. ર૯: સામાજિક કાર્યકર બાવનભાઇ કાનાભાઇ બાદરશાહીએ પોરબંદર કલેકટરને કરેલી રજુઆતમાં જણાવેલ છે કે, પુર હોનારતમાં ડુબી જતાં લોકોની આર્થિક પરિસ્‍થિતિ ઉભી થઇ છે, તેના કારણે લોકોને નુકશાનીનું વળતર સહાય આપવા અને હજુ પણ પોરબંદર શહેરના અને આસપાસના ગ્રામ્‍યના વિસ્‍તારો પાણીમાં ગરકાવ છે તેથી જન્‍માષ્‍ટમીનો લોકમેળો જે યોજાઇ છે તેના દિવસો ટૂંકાવવા માંગણી છે.

પોરબંદર તથા આસપાસના વિસ્‍તારોમાં ૬ દિવસમાં પપ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂકયો છે. અને પોરબંદર સહીત ઘેડ પંથક, બરડા પંથક, કુછડી, કાંટેલા, રાતડી સહીતના ગામોમાં વ્‍યાપક પાણીની આવક થઇ છે તો પોરબંદર શેહર પણ બાકાત નથી, જેમાં પોરબંદરના પોષ વિસ્‍તાર ગણાતા રાજીવનગર, શિતલ પાર્ક, રવિ પાર્ક, આશાપુરા, ઉદ્યોગનગર એમ ખાપટથી લઇ એરપોર્ટ સુધી નરસંગ ટેકરી સહીતના વિસ્‍તારો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે, લોકોના ઘરોમાં મોટા પાયે ઘર વખરી સહીત ફરનીરનો સામાન પણ પાણી ડુબ થયો છે અને ઘરની ઘર વખરી સહીત ફર્નિચરનો સામાન પણ પાણી ડુબ થયો છે અને ઘરની ઘર વખરી પણ પાણીમાં તણાય ગયેલ છે. અને લોકોને અત્‍યારે પેટ કેમ ભરવું તેના પણ ફાંફા છે.

આવા કપરા સમયના ગાળામાં પોરબંદર નગશ્રપાલિકા સંચાલીત જન્‍માષ્‍ટમીનો લોકમેળો પોરબંદર જિલ્લા કલેકટર હસ્‍તક અને આ લોક મેળાનું આર્થિકથી લઇ વહીવટી સુધીનું તેમજ સ્‍ટોલ ફાળવણી જગ્‍યઓ ભાડે આપવી તે તમામ બાબતો જિલ્લા કલેકટર હસ્‍તક લઇ અને લોકમેળાના દિવસો પ (પાંચ) માંથી માત્ર ર (બે) દિવસનો લોકમેળો યોજાય તેવું આયોજન થવું જોઇએ.

કારણ કે અતિવૃષ્‍ટિના કારણે પોરબંદર શહેર તેમ પોરબંદર જિલ્લાના લોકો આર્થિક મુશ્‍કેલીમાં મુકાઇ ગયા છે. અને તાત્‍કાલીક ધોરણે આ લોકમેળાના દિવસો ઘટાડી અને જાહેર નોટીસ પ્રસિધ્‍ધ કરવી જોઇએ. તેમ સામાજિક કાર્યકર બાવનભાઇએ કલેકટરને રજુઆતમાં જણાવ્‍યું છે.

(12:32 PM IST)