<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

પોરબંદરમાં કુદરતી આપત્તિમાં બચાવ કામગીરી માટે ૨૫૦થી વધુ યુવક-યુવતીઓની ટીમ

ટીમ માટે તાલીમમાં શહેરીજનોને જોડાવા રેડક્રોસ દ્વારા અપીલ

પોરબંદર,તા.૨૯: કુદરતી અને માનવસર્જિત આફતમાં બચાવ કામગીરી માટે ૨૫૦ થી વધુ યુવક યુવતીઓની ફૌજ તૈયાર કરવામાં આવી રહી છે.

ઇન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બચાવ કામગીરી સાથોસાથ ઈલેક્‍ટ્રીક કામ, પ્‍લમ્‍બિંગ, સ્‍વિમિંગ વગેરે માટે નિષ્‍ણાતો દ્વારા તાલીમ અપાશે. ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટની બેઝિક તાલીમમાં જોડાવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.

હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ ના ચેરમેન અને ઇન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટીના પોરબંદર શાખાના તાલુકાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્‍યું હતું કે કુદરતી હોય કે કળત્રિમ કોઈપણ આફત ને આપણે રોકી શકતા નથી પરંતુ તે સમયે શું કરવું જોઈએ? તેમજ શું ના કરવું જોઈએ? તેની તાલીમ લીધેલ હોય તો નુકશાનમાં ચોક્કસ ઘટાડો કરી શકાય છે. ઇન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્‍ય શાખા દ્વારા સમગ્ર ગુજરાત માં આવી તાલીમો સ્‍વયંસેવકો માટે યોજવામાં આવે છે જેઓ આફતના સમયે પોતાનું તેમજ આજુબાજુ ના લોકોનોબચાવ કરી શકે છે.

ચેરમેન અજયભાઈ પટેલના નેતળત્‍વમાં ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ટીમ માટે વિવિધ પ્રકારના નિષ્‍ણાંતો ટીમ નો હિસ્‍સો બને છે જેમાં ડોક્‍ટર, એન્‍જિનિયર, પ્રાથમિક સારવાર જાણકાર, ફાયર ના જાણકાર તેમજ વિવિધ સામાજિક સંસ્‍થાઓના કાર્યકરો ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ નો હિસ્‍સો બને છે.

વધુ માહિતી માટે રામદેવભાઈ મોઢવાડિયાના મોબાઈલ નંબર  ૯૮૨૫૨ ૧૦૧૩૭, પ્રવીણભાઈ ખોરાવાના મોબાઈલ નંબર ૯૨૬૫૯ ૮૨૩૧૩ તથા ધર્મેશભાઈ પરમારના મોબાઈલ નંબર ૯૮૨૫૩ ૪૭૫૪૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્‍યું છે.

(1:06 PM IST)