<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

વર્લ્‍ડ માસ્‍ટર ટેબલ ટેનિસ ચેમ્‍પિયનશીપમાં કાંસ્‍યચંદ્રક : કેશોદનું ગૌરવ

(કમલેશ જોષી દ્વારા) કેશોદ, તા.૨૯: આઝાદ કલબ વર્ષોથી રમતગમત ક્ષેત્રમાં હર હંમેશ અગ્રેસર રહેલ છે. તાજેતરમાં રોમ ખાતે વર્લ્‍ડ માસ્‍ટર ટેબલ ટેનિસ ચેમ્‍પિયનશીપમાં કેશોદના વેપારી અગ્રણી અને આઝાદ કલબના ટ્રસ્‍ટી હરીશભાઈ ચાંદ્રાણી આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ રોમ દેશ ખાતે ટેબલ ટેનિસ રમતમાં પોતાનું કૌવત બતાવી ભારત દેશ વતી ગરવી ગુજરાતના અને આઝાદ ક્‍લબ કેશોદનું ગૌરવ વધારી કાંસ્‍યચંદ્રક મેળવ્‍યો છે. હરીશભાઈ ચાંદ્વાણી બાળકો,યુવાઓ અને બુજુર્ગો સૌ માટે એક પ્રેરણાની મિશાલ છે.આ યુગ દરેક વય માટે તંદુરસ્‍તી અને ફિટનેસનો યુગ છે એવું વર્લ્‍ડ માસ્‍ટર ટેબલ ટેનિસ ચેમ્‍પિયનશીપમાં  કાંસ્‍યચંદ્રક મેળવી હરીશભાઈ ચાંદ્વાણીએ સાબિત કરી બતાવ્‍યું છે. પ્રમુખ હમીરસિહ વાળા, ડોક્‍ટર નરેશ કાનાબાર, ડોક્‍ટર રાજેશ સાંગાણી, ડોક્‍ટર પ્રજ્ઞેશ ધનેશા, દિનેશભાઈ કાનાબાર, મહાવીરસિંહ જાડેજા, આર પી સોલંકી સહિત ટ્રસ્‍ટી મંડળ અને હોદેદારોએ અભિનંદન પાઠવ્‍યા હતાં.

(1:15 PM IST)