તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૦ મંગળવાર
News of Monday, 29th July 2024
સિવિલમાં ચાંદીપુરાના ૧૦ દર્દીઓ સારવાર હેઠળઃ ૪ના રિપોર્ટ પોઝિટીવઃ એક યુવાનમાં પણ લક્ષણો
નવજાતથી લઇ ૧૪ વર્ષના બાળકો જ નહીં પુખ્ત વયના લોકો પણ ઝપટે? : વઢવાણના ૧૦ વર્ષના પોઝિટીવ રિપોર્ટ ધરાવતાં બાળકને રાજકોટ ખસેડવામાં આવ્યો

રાજકોટ તા. ૨૯: રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસને કારણે મૃત્યુની ઘટનાઓ બની રહી હોઇ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ સંલગ્ન ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં ચાંદીપુરાની શંકા સાથે દાખલ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા આજે સોમવારે ૧૦ સુધી પહોંચી છે. જે પૈકી ૪ દર્દીના રિપોર્ટ પોઝિટિવ છે અને ૬ દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. એટલુ જ નહિ નવજાતથી માંડી ૧૪ વર્ષના બાળકોને જ આ વાયરસ લાગુ પડતો હોવાનું કહેવાય છે એ વચ્ચે એક યુવાનમાં પણ ચાંદીપુરાના લક્ષણો દેખાતાં તેને પણ સારવાર હેઠળ રખાયો છે.
ગુજરાત સહિતના રાજ્યોમાં ચાંદીપુરા વાયરસને કારણે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. શરૂઆતમાં આરોગ્ય વિભાગના કહેવા મુજબ નવજાતથી લઇ ચોૈદ વર્ષના બાળકોમાંજ આ વાયરસના લક્ષણો દેખાય છે. પરંતુ આ દરમિાયન રાજકોટના વાંકાનેર પંથકના ૧૮ વર્ષના યુવાનમાં પણ આ લક્ષણો દેખાયા છે. તેને કેટલાક દિવસથી તાવ-ઝાડા-ઉલ્ટીથતાં દવા લીધી હતી પણ સારુ ન થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચાંદીપુરાના લક્ષણો દેખાતાં મેડિસિન વોર્ડમાં દાખલ કરી આ વિભાગના વડા ડો. રાહુલ ગંભીરની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરી સેમ્પલ લઇ પુના લેબમાં મોકલાયા છે.
આ યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી પુછવામાં આવતૌ તે વીસ દિવસ દ્વારકા અને ચાર દિવસ તરણેતરમાં રહ્યા બાદ તબિયત બગડી હોવાનું સામે આવ્યું હતું. મિડીયા કો-ઓર્ડિનેટર ડો. હેતલ કયાડાએ જણાવ્યા મુજબ આજે સવારે વધુ એક બાળ દર્દીને ઝનાના હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યું છે. વઢવાણના ૧૦ વર્ષના બાળકને સતત તાવ રહેતા સુરેન્દ્રનગર સી.યુ.શાહ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી આજે રાજકોટ રીફર કરવામાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે. હાલ ઝનાના અને સિવિલ હોસ્પિટલમાં થઇ ૪ પોઝિટિવ અને ૬ શંકાસ્પદ મળી દસ દર્દીઓ સારવાર હેઠળ છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
