<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

આટકોટ નજીક બુંઢણપરી નદીમાં ખનીજચોરી પકડાઇઃ બે ટ્રેકટર અને એક જેસીબી કબ્‍જે

જસદણ,તા.૩૦: આટકોટ ગામ નજીક આવેલ બુંઢણપરી નદીમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર એક જેસીબી અને બે ટ્રેક્‍ટરની મદદથી ખનીજચોરી કરવામાં આવી રહી હતી. આ ખનીજચોરી અંગે જસદણ મામલતદારને જાણ થતા તાત્‍કાલિક મામલતદારની ટીમે દરોડો પાડી ખનીજચોરી કરતા વાહનોને કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અન્‍ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ બનાવમાં જસદણ મામલતદાર દ્વારા ત્રણેય વાહનો કબજે કરી જરૂરી કાગળો તૈયાર કરી તેની વધુ તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી છે.

(10:07 AM IST)