<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

જનસાળી પાસે બોલેરો હડફેટે બાઇક સ્‍વાર દંપતિનું મોતઃ બેસણામાં જઇ રહ્યા હતા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩૦: અમદાવાદ રાજકોટ નેશનલ હાઇ-વે પર જનસાળી પાસે બાઈક અને બોલેરો કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા બે વ્‍યકિતનાં ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્‍યાં હતાં અકસ્‍માત વહેલી સવારનાં સમયે સર્જાયો હતો.

પુરપાટ ઝડપે જઈ રહેલ બોલરો કારનાં ચાલકે બાઈક ચાલકને હાઈવે ઓળંગતા પતિ પત્‍ની દંપતીને હડફેટે લેતાં અકસ્‍માત સર્જાયો હતો. જેમાં

અમદાવાદ જિલ્લાનાં હડાળા ગામનાં વતની રાઠોડ મોબુંભાઈ કેહુભાઈ અને તેમના ધર્મપત્‍નીન કમુબેન રાઠોડનાં મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઈ હતી. બેસણાંમાં પતિ પત્‍ની દંપતી જઈ રહ્યા હતા ત્‍યારે અકસ્‍માત સર્જાયો હતો.

 અકસ્‍માત સર્જીને બોલરો કાર ચાલક ગાડીને થોડે આગળ મુકીને નાશી છૂટયો હતો. પાણશીણા ૧૦૮ને જાણ થતાં પાણશીણા ૧૦૮ ઘટના સ્‍થળે પહોંચી બંને પતિ પત્‍નીની ડેડ બોડીને પીએમ.અર્થે લીંબડી સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

બગોદરા તથા પાણશીણા પોલીસ ઘટના સ્‍થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

લીંબડી - અમદાવાદ હાઇવે પર સર્જાયેલા આ ગોઝારા અકસ્‍માતની ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્‍યો સર્જાયા હતા. જ્‍યારે બંને મળતકોના પરિવાર પર જાણે આભ તૂટી પડ્‍યું હતું.

(10:08 AM IST)