તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 30th July 2024
ધોરાજી હિન્દુ યુવક સંઘ દ્વારા રાદડીયાને શ્રધ્ધાંજલી રૂપે ૩૦૦થી વધુ લોકોએ કર્યું રકતદાનઃ કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપસ્થિત

ધોરાજી,તા.૩૦: માજી સાંસદ સ્વ. વીઠલભાઈ રાદડીયાની પુણ્યતિથિ નિમિત્તે ધોરાજી સહકારી પરીવાર અને હિંદુ યુવક સંઘ દ્વારા આયોજિત રક્તદાન શિબિર કાર્યક્રમ લેઉવા પટેલ સાંસ્કળતિક ભવન ખાતે યોજાયેલ હતો. જેમા રાજયના કેબિનેટ મંત્રી રાઘવજી ભાઈ પટેલ, ધારાસભ્યપાડલીયા , પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી બિલ્ડર વિપુલભાઈ ઠેસીયા ધોરાજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રામભાઈ હેરભા તાલુકા ભાજપના પ્રમુખ મયુરભાઈ શિંગાળા રાજકોટ જિલ્લા બેંકના ડિરેક્ટર કાંતિભાઈ જાગાણી ધોરાજી તાલુકા સંઘના ઉપપ્રમુખ હરેશભાઈ હેરભા ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા સમસ્ત સીંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી કે.પી માવાણી સહિત રાજકિય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા.
માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરકિશનભાઇ માવાણી, સેક્રેટરી, ભુપતભાઈ કોયાણી, તાલુકા વિસ્તારના સહકારી વિભાગના આગેવાનો, સભ્યો દ્વારા રક્તદાતાઓને આવકારી સન્માનિત કરાયા હતા. કુલ ૩૦૦ થી વધારે ભાઇઓ તથા બહેનો એ મહામૂલા રક્તનું દાન કરી સ્વ. વિઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. (તસ્વીરઃ કિશોર રાઠોડ)
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
