<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

ફરી હાલાર ઉપર જોરઃ કાલાવડ-૩, ખંભાળીયા-ર, કલ્‍યાણપુર-ભાવનગર-ઘોઘામાં દોઢ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘાવી માહોલ પણ અનેક વિસ્‍તારોમાં ડોળ છતા વરસતો નથી : પાટડી-હળવદમાં ૧ ઇંચઃ કચ્‍છમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસ્‍યોઃ અનેક વિસ્‍તારમાં હળવા-ભારે ઝાપટા

રાજકોટ, તા., ૩૦: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘાવી મમાહોલ વચ્‍ચે હળવો-ભારે વરસાદ વરસી રહયો છે. જો કે અનેક જગ્‍યાએ મેઘાવી માહોલ પણ યથાવત છે. જો કે અનેક વિસ્‍તારોમાં ડોળ છતા વરસાદ વરસતો નથી. આજે સવારના ૧૦ વાગ્‍યા સુધીમાં ઝાપટાથી માંડીને ૩ ઇંચ જેટલો વરસાદ પડયો છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : જામનગર જીલ્લા ઉપર ફરી વરસાદનું જોર વધ્‍યું હોય તેમ વહેલી સવારના ૪ થી સવારના ૮ વાગ્‍યા સુધીમાં કાલાવડમાં ૩ ઇંચ વરસાદ પડયો છે. જયારે લાલપુરમાં પોણો ઇંચ તથા જામનગરમાં ઝાપટા રૂપે વરસાદ પડયો છે.

બાજરા સંશોધન કેન્‍દ્ર જાનમગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬, મહતમ તાપમાન ૩૦.૮, ભેજનું પ્રમાણ ૯૮ ટકા, પવનની ગતી ૬.૪ કિ.મી. રહી હતી.

ખંભાળીયા

(કૌશલ સવજાણી-વિનુભાઇ સામાણી દ્વારા) ખંભાળીયા-દ્વારકા : દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં ર ઇંચ તથા કલ્‍યાણપુરમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. જયારે દ્વારકામાં ૧ ઇંચ અને ભાણવડમાં ઝાપટા પડયા છે.

કચ્‍છ

(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ કચ્‍છમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ પડયો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લાના ઘોઘામાં અને ભાવનગર શહેરમાં દોઢ ઇંચ વરસાદ પડ્‍યો છે જ્‍યારે તળાજામાં અડધો ઇંચ વરસાદ પડ્‍યો છે. જિલ્લાના અન્‍ય તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ વરસ્‍યો છે.

ભાવનગર શહેરમાં અને ઘોઘામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારના ૧૦ વાગ્‍યા સુધીમાં છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

ફરી હાલાર ઉપર જોર

જામનગર

જામનગર ર       મી.મી.

કાલાવડ   ૭૬     મી.મી.

લાલપુર   ૧૭     મી.મી.

દેવભુમી દ્વારકા

દેવભુમી દ્વારકા     ર૧        મી.મી.

ખંભાળીયા ૫૦     મી.મી.

કલ્‍યાણપુર ૩૦     મી.મી.

ભાણવડ   ૬       મી.મી.

ભાવનગર

ઘોઘા       ૫       મી.મી.

વલ્લભીપુર         ૪ મી.મી.

ઉમરાળા   ૯       મી.મી.

ભાવનગર ૩૪     મી.મી.

ઘોઘા       ૩૩     મી.મી.

શિંહોર      ૯       મી.મી.

પાલીતાણા ૩       મી.મી.

તવ્‍ય       ૧૧     મી.મી.

મહુવા      ૪       મી.મી.

જેશર       ૧       મી.મી.

રાજકોટ

પડધરી    ૨       મી.મી.

રાજકોટ    ૩૨     મી.મી.

ગોંડલ      ૧       મી.મી.

જેતપુર     ૧૭     મી.મી.

સુરેન્‍દ્રનગર

ચોટીલા    ૧       મી.મી.

ધ્રાંગધ્રા    ૯       મી.મી.

પાટડી     ૨૬     મી.મી.

લખતર    ૧૦     મી.મી.

વઢવાણ   ૧૦     મી.મી.

મુળી       ૫       મી.મી.

સાયલા    ૧૦     મી.મી.

ચુડા        ૧૦     મી.મી.

લીંબડી     ૧૦     મી.મી.

મોરબી

માળીયા મિયાણા   ૧૦        મી.મી.

મોરબી     ૫       મી.મી.

હળવદ     રપ     મી.મી.

બોટાદ

ગઢડા      ૪       મી.મી.

બરવાળા   ૧૪     મી.મી.

બોટાદ     ૪       મી.મી.

રાણપુર    ૧૦     મી.મી.

કચ્‍છ

મુંદ્રા        ૩       મી.મી.

અંજાર     ૬       મી.મી.

ગાંધીધામ ૪       મી.મી.

નખત્રાણા  ૩       મી.મી.

ભચાઉ     ૧૦     મી.મી.

ભુજ        ૨       મી.મી.

રાપર      ૧૨     મી.મી.

જુનાગઢ

વંથલી     ૭       મી.મી.

જુનાગઢ   ૧       મી.મી.

ભેંસાણ     ૪       મી.મી.

મેંદરડા     ૧       મી.મી.

માંગરોળ   ૬       મી.મી.

કેશોદ      ૧       મી.મી.

ગીર સોમનાથ

તાલાલા   ર       મી.મી.

ઉના        ૮       મી.મી.

પોરબંદર

પોરબંદર       ૬      મી.મી.

(11:42 AM IST)