<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા બગસરા મામલતદારને આવેદન

ભારે વરસાદને કારણે થયેલ નુકસાનીના વળતર અંગે : તાત્‍કાલિક સર્વે નહીં થાય તો આંદોલન કરવાની ચિમકી

( સમીર વિરાણી દ્વારા)  બગસરા તા. ૩૦ : ભારે વરસાદના કારણે થયેલ નુકશાનીનું વળતર આપવા અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્‍યું હતું અને તત્‍કાલ સર્વે કરી વળતર ચૂકવવા નહિ આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્‍ચારી હતી.

 બગસરા તાલુકામાં ૨૪ જુલાઈના પડેલ ભારે વરસાદને લીધે ખેતી પાકોને થયેલ નુકસાનનું સર્વે કરી સહાય ચૂકવવા અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા  મામલતદારને આવેદન પાઠવવામાં આવેલ છે. આવેદનમાં જણાવ્‍યા મુજબ બગસરા તાલુકામાં એક જ દિવસમાં સતત વરસાદને લીધે મગફળી કપાસ સોયાબીન સહિતના પાકોમાં ભારે નુકસાન થયેલ છે. ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેવાથી મોટાભાગનો પાક પીળો પડી ગયેલ છે. અથવા બળી ગયેલ જેના લીધે ખેડૂતોને ફરી વાવણી કરવાની નોબત આવી પડતા ખાતર બિયારણનો બોજ હેઠળ ખેડૂતો દબાઈ ગયેલ છે.                                

 જે અનુસંધાને અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા ધોવાણ (નુકસાન)થયેલ ખેતરોનું સર્વે કરી પાંચથી સાત દિવસમાં વળતર ચૂકવવાની માગણી કરેલ છે. સાથોસાથ જો કાર્યવાહી કરવામાં ઢીલ થશે તો ના

 

ધોરાજીના ફરેણી સ્‍વામિનારાયણ વિદ્યાપીઠના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું 

સ્‍વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના ખેલાડીઓ ગુજરાત  સરકાર દ્વારા આયોજિત તાલુકા કક્ષાએ ગોળા ફેક, ચક્ર ફેક તથા ૨૦૦ ,૮૦૦ મીટર દોડ સ્‍પર્ધામાં શાનદાર પ્રદર્શન બહેનો માં અંડર ૧૭ ઓપન બહેનો ની સ્‍પર્ધામા પ્રથમ સ્‍થાન મેળવેલ છે. તેમજ અંડર ૧૪ ૧૭, અને ૧૯ ઓપન ભાઈઓ ની  સ્‍પર્ધામા ચક્ર ફેક,ભાલા ફેક ,ગોળા ફેક,તથા ૪૦૦ ,૬૦૦,૮૦૦ અને ૧૫૦૦   મીટર દોડ સ્‍પર્ધામાં પ્રથમ અને દ્રિતીય સ્‍થાન મેળવેલ છે. ખેલાડીઓ ને માર્ગદર્શન અંગ્રેજી માધ્‍યમ ના આચાર્ય હિતેનભાઈ રાઠોડ અને ગુજરાતી માધ્‍યમના આચાર્ય મુકેશભાઈ જેઠવા તથા વ્‍યાયામ શિક્ષક આનંદ પટેલ અને જયદીપભાઈ પાનેરી દ્વારા તૈયારીઓ કરાઇ હતી  સંસ્‍થાના સ્‍થાપક શ્રી પ.પૂ.સદગુરૂ શાસ્ત્રી શ્રી બાલકળષ્‍ણદાસજી સ્‍વામીએ આર્શીવાદ આપ્‍યા હતા. (તસ્‍વીર-કિશોર-રાઠોડ)

(11:00 AM IST)